Surendranagar news: ધ્રાંગધ્રામાં માનવતા શર્મસાર, 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર દુકાનદાર ઝડપાયો

Feb 23, 2026 - 10:00
Surendranagar news: ધ્રાંગધ્રામાં માનવતા શર્મસાર, 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર દુકાનદાર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરવાની શરમજનક ઘટના સામે આવી છે. 9 વર્ષની બાળકી સાથે છેડછાડ કરનાર નરાધમ દુકાનદારને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો છે.

દુકાને સામાન લેવા ગઈ ત્યારે બની ઘટના

ઘટનાની મળતી માહિતી મુજબ, ભોગ બનનાર 9 વર્ષની બાળકી ઘરની નજીક આવેલી એક દુકાને સામાન લેવા માટે ગઈ હતી. આ સમયે દુકાનદાર લક્ષ્મણ ચોરસિયાએ માનવતા નેવે મૂકી બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ અચાનક બનેલી ઘટનાથી બાળકી ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક ઘરે દોડી ગઈ હતી.

પરિવારની સતર્કતા અને પોલીસ એક્શન

બાળકીએ ઘરે જઈને રડતા રડતા પરિવારજનોને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. આ સાંભળીને પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને વિલંબ કર્યા વગર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળકીના પરિવારની ફરિયાદના આધારે લક્ષ્મણ ચોરસિયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોક્સો સહિતની કડક કલમો હેઠળ કાર્યવાહી

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરતા આરોપી લક્ષ્મણ ચોરસિયાને તેના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો સહિતની કડક કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. લોકોમાં નરાધમ આરોપી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Surendranagar: ચૂડા ગ્રામ્યની વાડીમાં કપાસની સાંઠીઓ નીચેથી દારૂ પકડાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0