Surendranagar: 72 પરિવારના રૂ. 91 લાખથી વધુનું ફુલેકું ફેરવનાર ત્રિપુટી અમદાવાદમાંથી પકડાઈ

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં હસુભાઈ જવેલર્સ શોપના માલિક પિતા અને બે પુત્રોએ લોભામણી સ્કીમ બહાર પાડી હતી. જેમાં 72 ગ્રાહકોના રૂ. 91 લાખથી વધુની રકમ લઈ રાતોરાત ઘર અને શોપ બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. બનાવની પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારે પોલીસે પિતા અને બે પુત્રોની ત્રિપુટીને અમદાવાદના અમદાવાદમાંથી ઝડપી લીધી છે.ધ્રાંગધ્રા શહેરના નાની બજાર વિસ્તારમાં હસુભાઈ જવેલર્સની દુકાન આવેલી છે. દુકાનના માલિક બિપીનભાઈ અને તેમના બે પુત્રો સ્નેહલ અને કેતુલ દ્વારા થોડા સમય અગાઉ લોભામણી સ્કીમ બહાર પડાઈ હતી. જે મુજબ દર મહિને હપ્તો ભરીને લોકો ઘરેણાં વસાવી શકતા હતા. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પોતાની બચતમાંથી દિકરીનાં લગ્ન માટે, મકાન બનાવવા, સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સ્કીમમાં નાણા રોકતા હતા. ત્યારે થોડા સમય બાદ ઘર અને દુકાન બંધ કરીને બિપીનભાઈ સહ પરિવાર ગાયબ થઈ ગયા હતા. બનાવની ગણેશ સોસાયટીમાં રહેતા મહાવીરસીંહ ગોહીલે પોતાના તથા સાહેદોના રૂ. 91 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ પોલીસ ત્રણેય આરોપીઓની શોધખોળ કરી રહી હતી. ત્યારે આ ત્રણેય આરોપીઓ અમદાવાદના મણીનગર વિસ્તારમાં હોવાની બાતમી ધ્રાંગધ્રા સિટી પોલીસને મળી હતી. આથી પીઆઈ એમ. યુ. મશીની સુચનાથી સ્ટાફે બિપીનભાઈ ઝીંઝુવાડીયા, સ્નેહલ ઝીંઝુવાડીયા અને કેતુલ ઝીંઝુવાડીયાને ઝડપી લીધા છે અને ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

Surendranagar: 72 પરિવારના રૂ. 91 લાખથી વધુનું ફુલેકું ફેરવનાર ત્રિપુટી અમદાવાદમાંથી પકડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં હસુભાઈ જવેલર્સ શોપના માલિક પિતા અને બે પુત્રોએ લોભામણી સ્કીમ બહાર પાડી હતી. જેમાં 72 ગ્રાહકોના રૂ. 91 લાખથી વધુની રકમ લઈ રાતોરાત ઘર અને શોપ બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. બનાવની પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારે પોલીસે પિતા અને બે પુત્રોની ત્રિપુટીને અમદાવાદના અમદાવાદમાંથી ઝડપી લીધી છે.

ધ્રાંગધ્રા શહેરના નાની બજાર વિસ્તારમાં હસુભાઈ જવેલર્સની દુકાન આવેલી છે. દુકાનના માલિક બિપીનભાઈ અને તેમના બે પુત્રો સ્નેહલ અને કેતુલ દ્વારા થોડા સમય અગાઉ લોભામણી સ્કીમ બહાર પડાઈ હતી. જે મુજબ દર મહિને હપ્તો ભરીને લોકો ઘરેણાં વસાવી શકતા હતા. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પોતાની બચતમાંથી દિકરીનાં લગ્ન માટે, મકાન બનાવવા, સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સ્કીમમાં નાણા રોકતા હતા. ત્યારે થોડા સમય બાદ ઘર અને દુકાન બંધ કરીને બિપીનભાઈ સહ પરિવાર ગાયબ થઈ ગયા હતા. બનાવની ગણેશ સોસાયટીમાં રહેતા મહાવીરસીંહ ગોહીલે પોતાના તથા સાહેદોના રૂ. 91 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ પોલીસ ત્રણેય આરોપીઓની શોધખોળ કરી રહી હતી. ત્યારે આ ત્રણેય આરોપીઓ અમદાવાદના મણીનગર વિસ્તારમાં હોવાની બાતમી ધ્રાંગધ્રા સિટી પોલીસને મળી હતી. આથી પીઆઈ એમ. યુ. મશીની સુચનાથી સ્ટાફે બિપીનભાઈ ઝીંઝુવાડીયા, સ્નેહલ ઝીંઝુવાડીયા અને કેતુલ ઝીંઝુવાડીયાને ઝડપી લીધા છે અને ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.