Surendranagar સિટી બસ સેવાની શરૂઆતથી શહેરીજનોમાં આનંદ
રૂ. 28.48 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુંતા.15મી ઓગસ્ટે 28.48 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ છે પર્યાવરણ મંત્રી સહિતનાઓના હસ્તે સિટી બસ સેવાનો આરંભ કરાયો છે સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી લોકો જેની ઝંખના કરતા હતા તેવી સિટી બસ સેવાની 15 ઓગસ્ટથી શરૂઆત થઈ છે. પંડીત દિન દયાળ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજયના વન અને પર્યાવરણ મંત્રી સહિતનાઓના હસ્તે સિટી બસ સેવાનો આરંભ કરાયો છે. આ તકે રૂ. 28.48 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા દ્વારા તા.15મી ઓગસ્ટે 28.48 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ છે. જેમાં નવનિર્મિત સ્નાનાગાર, લાયબ્રેરી, જીમ, અમૃત 2.0 હેઠળ કવી દલપતરામબાગ સહિત રૂ.207.79 લાખના કામોનું લોકાર્પણ કરાયુ છે. જયારે જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતીયાપરા સુધી લોઅર લેવલ બ્રીજ, 50 લાખ લીટર પાણીનો સમ્પ, રાઈઝીંગ મેઈન લાઈન, પંપ હાઉસ, 10 લાખ લીટરની ઈએસઆર ટાંકી, ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, કમ્પાઉન્ડ વોલ સહિત રૂ. 2640.84 લાખના કામોનું ખાતમુર્હુત કરાયુ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી બસ પરીવહન યોજના અંતર્ગત 8 સિટી બસોનો આરંભ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શીહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસીંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા સહિતનાઓની હાજરીમાં કરાયુ હતુ. આ તકે વન અને પર્યાવરણ મંત્રીએ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. શહેરમાં સિટી બસ સેવા શરૂ થતા શહેરીજનોમાં આનંદ ફેલાયો છે. રક્ષાબંધન સુધી મહિલાઓને નિઃશુલ્ક મુસાફરી સુરેન્દ્રનગર શહેરમાં તા. 15મી ઓગસ્ટે સીટી બસ સેવાનો આરંભ થયો છે. વર્ષો પછી શહેરના રસ્તાઓ પર સીટી બસ દોડતી જોવા મળી છે. ત્યારે ગુરૂવારે સીટી બસના પ્રારંભે દીનદયાળ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓને પાલિકાએ રક્ષાબંધન પર્વની ભેટ આપી છે. અને તા. 19મીને રક્ષાબંધનના દિવસ સુધી મહિલાઓને સીટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રૂ. 28.48 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
- તા.15મી ઓગસ્ટે 28.48 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ છે
- પર્યાવરણ મંત્રી સહિતનાઓના હસ્તે સિટી બસ સેવાનો આરંભ કરાયો છે
સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી લોકો જેની ઝંખના કરતા હતા તેવી સિટી બસ સેવાની 15 ઓગસ્ટથી શરૂઆત થઈ છે. પંડીત દિન દયાળ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજયના વન અને પર્યાવરણ મંત્રી સહિતનાઓના હસ્તે સિટી બસ સેવાનો આરંભ કરાયો છે. આ તકે રૂ. 28.48 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા દ્વારા તા.15મી ઓગસ્ટે 28.48 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ છે. જેમાં નવનિર્મિત સ્નાનાગાર, લાયબ્રેરી, જીમ, અમૃત 2.0 હેઠળ કવી દલપતરામબાગ સહિત રૂ.207.79 લાખના કામોનું લોકાર્પણ કરાયુ છે. જયારે જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતીયાપરા સુધી લોઅર લેવલ બ્રીજ, 50 લાખ લીટર પાણીનો સમ્પ, રાઈઝીંગ મેઈન લાઈન, પંપ હાઉસ, 10 લાખ લીટરની ઈએસઆર ટાંકી, ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, કમ્પાઉન્ડ વોલ સહિત રૂ. 2640.84 લાખના કામોનું ખાતમુર્હુત કરાયુ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી બસ પરીવહન યોજના અંતર્ગત 8 સિટી બસોનો આરંભ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શીહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસીંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા સહિતનાઓની હાજરીમાં કરાયુ હતુ. આ તકે વન અને પર્યાવરણ મંત્રીએ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. શહેરમાં સિટી બસ સેવા શરૂ થતા શહેરીજનોમાં આનંદ ફેલાયો છે.
રક્ષાબંધન સુધી મહિલાઓને નિઃશુલ્ક મુસાફરી
સુરેન્દ્રનગર શહેરમાં તા. 15મી ઓગસ્ટે સીટી બસ સેવાનો આરંભ થયો છે. વર્ષો પછી શહેરના રસ્તાઓ પર સીટી બસ દોડતી જોવા મળી છે. ત્યારે ગુરૂવારે સીટી બસના પ્રારંભે દીનદયાળ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓને પાલિકાએ રક્ષાબંધન પર્વની ભેટ આપી છે. અને તા. 19મીને રક્ષાબંધનના દિવસ સુધી મહિલાઓને સીટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરાઈ છે.