Surendranagar: શાળાના રસ્તે કાદવકીચડથી ત્રસ્ત વાલીઓએ તાળાબંધી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળિયા ગામની પ્રાથમિક શાળાના ગેટ પાસે અને શાળાએ જવાના મુખ્ય રસ્તા પર ગંદા પાણી છેલ્લા કેટલાય સમયથી ઉભરાય છે. આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ હલ ન આવતા ગ્રામજનોએ મંગળવારે શાળાને તાળાબંધી કરી હતી.જોકે, તાલુકા પંચાયત તરફથી પાઈપલાઈન નાંખી ગંદા પાણીના નિકાલની ખાથરી અપાતા બુધવારથી શાળા રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાઓમાં જાણે તાળાબંધીની સિઝન હોય તેમ વધુ એક વખત શાળામાં તાળાબંધીનો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા ચૂડા તાલુકાના મોજીદડ ગામે પ્રાથમીક શાળાના આચાર્યની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરાઈ હતી. ત્યારે લીંબડી તાલુકાના અંકેવાળિયા ગામે શાળાના ગેટ પાસે અને શાળાએ જવાના રસ્તા પર ગટરના દુર્ગંધ મારતા પાણીના લીધે તાળાબંધી કરાઈ છે. મળતી માહિતી મુજબ અંકેવાળિયા ગામની પ્રાથમિક શાળામાં 300થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળાએ જવાના રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી ભુગર્ભ ગટરની કુંડીઓમાંથી પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળે છે. આ ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી બાળકોને શાળાએ જવુ પડે છે. આ અંગે ગ્રામજનોએ અગાઉ લીંબડી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆતો કરી હતી. પરંતુ પ્રશ્નનો હલ ન આવતા મંગળવારે ગ્રામજનોની ધીરજ ખુટી હતી અને શાળા છૂટવાના સમય પહેલા શાળાએ જઈ બેલ વગાડયો હતો. જેમાં બાળકો અને શિક્ષકો બહાર નીકળી જતા શાળાને તાળાબંધી કરી દેવાઈ હતી. બનાવની જાણ થતા લીંબડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઈન્દ્રજીતસીંહ વાઘેલા સહિતનાઓ દોડી ગયા હતા અને ગ્રામજનોને સમજાવ્યા હતા. તથા તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેઓએ તાકીદે નવી પાઈપલાઈન નાંખી ગટરના પાણીનો પ્રશ્ન સોલ્વ કરવાની ખાતરી આપતા બુધવારથી શાળા રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. બાળકો બીમાર પડશે તો કોણ જવાબદાર ? આ અંગે અંકેવાળિયાના રણજીતભાઈ પરાલિયાએ આક્રોશ સાથે જણાવ્યુ કે, બુધવારે તાળાબંધી કર્યાને 24 કલાક થવા છતાં હજુ સુધી તાલુકા પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. હજુ પણ શાળાના રસ્તે ગંદા પાણી જેમના તેમ છે. બુધવારે શાળા રાબેતા મુજબ ચાલુ રહી હતી. ત્યારે ગંદા પાણીમાં થતા મચ્છરોને લીધે બાળકો બીમાર પડે તો જવાબદારી કોણ રહેશે.?

Surendranagar: શાળાના રસ્તે કાદવકીચડથી ત્રસ્ત વાલીઓએ તાળાબંધી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળિયા ગામની પ્રાથમિક શાળાના ગેટ પાસે અને શાળાએ જવાના મુખ્ય રસ્તા પર ગંદા પાણી છેલ્લા કેટલાય સમયથી ઉભરાય છે. આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ હલ ન આવતા ગ્રામજનોએ મંગળવારે શાળાને તાળાબંધી કરી હતી.

જોકે, તાલુકા પંચાયત તરફથી પાઈપલાઈન નાંખી ગંદા પાણીના નિકાલની ખાથરી અપાતા બુધવારથી શાળા રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાઓમાં જાણે તાળાબંધીની સિઝન હોય તેમ વધુ એક વખત શાળામાં તાળાબંધીનો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા ચૂડા તાલુકાના મોજીદડ ગામે પ્રાથમીક શાળાના આચાર્યની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરાઈ હતી. ત્યારે લીંબડી તાલુકાના અંકેવાળિયા ગામે શાળાના ગેટ પાસે અને શાળાએ જવાના રસ્તા પર ગટરના દુર્ગંધ મારતા પાણીના લીધે તાળાબંધી કરાઈ છે. મળતી માહિતી મુજબ અંકેવાળિયા ગામની પ્રાથમિક શાળામાં 300થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળાએ જવાના રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી ભુગર્ભ ગટરની કુંડીઓમાંથી પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળે છે. આ ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી બાળકોને શાળાએ જવુ પડે છે. આ અંગે ગ્રામજનોએ અગાઉ લીંબડી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆતો કરી હતી. પરંતુ પ્રશ્નનો હલ ન આવતા મંગળવારે ગ્રામજનોની ધીરજ ખુટી હતી અને શાળા છૂટવાના સમય પહેલા શાળાએ જઈ બેલ વગાડયો હતો. જેમાં બાળકો અને શિક્ષકો બહાર નીકળી જતા શાળાને તાળાબંધી કરી દેવાઈ હતી. બનાવની જાણ થતા લીંબડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઈન્દ્રજીતસીંહ વાઘેલા સહિતનાઓ દોડી ગયા હતા અને ગ્રામજનોને સમજાવ્યા હતા. તથા તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેઓએ તાકીદે નવી પાઈપલાઈન નાંખી ગટરના પાણીનો પ્રશ્ન સોલ્વ કરવાની ખાતરી આપતા બુધવારથી શાળા રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. બાળકો બીમાર પડશે તો કોણ જવાબદાર ?

આ અંગે અંકેવાળિયાના રણજીતભાઈ પરાલિયાએ આક્રોશ સાથે જણાવ્યુ કે, બુધવારે તાળાબંધી કર્યાને 24 કલાક થવા છતાં હજુ સુધી તાલુકા પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. હજુ પણ શાળાના રસ્તે ગંદા પાણી જેમના તેમ છે. બુધવારે શાળા રાબેતા મુજબ ચાલુ રહી હતી. ત્યારે ગંદા પાણીમાં થતા મચ્છરોને લીધે બાળકો બીમાર પડે તો જવાબદારી કોણ રહેશે.?