Surendranagar શહેરના રોડ ભારે વરસાદમાં નહીં પણ ભારે ભ્રષ્ટચારથી બિસમાર થયા
સુરેન્દ્રનગર શહેરમાં ચોમાસામા મોટાભાગના રોડ બિસ્માર થયા છે. ત્યારે જાગૃત નાગરિકોએ રોડ વરસાદથી નહીં ખાયકીના ખેલથી બિસ્માર થયાના આક્ષેપો કરી લાઉડ સ્પીકર વડે જાહેરમાં ભ્રષ્ટાચાર વગર રોડ બનાવો નહીંતર જનજાગૃતિ અભિયાન શરુ કરી શહેર બંધ કરવાની પણ ચીમકી આપી હતી.સુરેન્દ્રનગરમાં પાલિકાની બેદરકારીથી ગટર, રસ્તા અને પાણીની પાઈપ લાઈન સહિતના કામો ગુણવત્તા વગરના થતા હોવાની રાવ ઉઠી હતી. એવામાં હમણાંથી શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવા, પાણીની પાઈપ લાઈન લીકેજ અને મોટાભાગના રસ્તા તૂટી ગયા હોવાથી શહેરીજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે ચોમાસામાં રસ્તાઓ વરસાદથી નહીં પણ ભ્રષ્ટાચારથી તૂટી ગયાના આક્ષેપો કરી ક્મલેશ કોટેચા સહિતના સામાજિક કાર્યકરોએ હાથમાં લાઉડ સ્પીકર લઈ સુરેન્દ્રનગર પાલિકાને ચીમકી આપી છે કે શહેરના તૂટેલા બધા રસ્તા તાત્કાલિક બનાવો અને જો કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરી ગુણવત્તા વગરના રસ્તા બનશે તો સમગ્ર શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યા બાદ શહેર બંધનું એલાન પણ અપાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર શહેરમાં ચોમાસામા મોટાભાગના રોડ બિસ્માર થયા છે. ત્યારે જાગૃત નાગરિકોએ રોડ વરસાદથી નહીં ખાયકીના ખેલથી બિસ્માર થયાના આક્ષેપો કરી લાઉડ સ્પીકર વડે જાહેરમાં ભ્રષ્ટાચાર વગર રોડ બનાવો નહીંતર જનજાગૃતિ અભિયાન શરુ કરી શહેર બંધ કરવાની પણ ચીમકી આપી હતી.
સુરેન્દ્રનગરમાં પાલિકાની બેદરકારીથી ગટર, રસ્તા અને પાણીની પાઈપ લાઈન સહિતના કામો ગુણવત્તા વગરના થતા હોવાની રાવ ઉઠી હતી. એવામાં હમણાંથી શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવા, પાણીની પાઈપ લાઈન લીકેજ અને મોટાભાગના રસ્તા તૂટી ગયા હોવાથી શહેરીજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે ચોમાસામાં રસ્તાઓ વરસાદથી નહીં પણ ભ્રષ્ટાચારથી તૂટી ગયાના આક્ષેપો કરી ક્મલેશ કોટેચા સહિતના સામાજિક કાર્યકરોએ હાથમાં લાઉડ સ્પીકર લઈ સુરેન્દ્રનગર પાલિકાને ચીમકી આપી છે કે શહેરના તૂટેલા બધા રસ્તા તાત્કાલિક બનાવો અને જો કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરી ગુણવત્તા વગરના રસ્તા બનશે તો સમગ્ર શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યા બાદ શહેર બંધનું એલાન પણ અપાશે.