Surendranagar: વેચાણ આપેલ વાહનના પૈસા ન મળતાં વઢવાણના યુવાને ફિનાઈલ ગટગટાવ્યૂ
વઢવાણમાં રહેતા અને ડ્રાઈવીંગ કરતા યુવાને અમદાવાદના જુહાપુરામાં રહેતા શખ્સને ટ્રક વેચાણથી આપી હતી. જેમાં રૂ.50 હજારની કિંમત સામે રૂ. 6 હજાર બાના પેટે અપાયા હતા. વારંવાર માંગણી કરવા છતાં બાકીની રકમ 44 હજાર ન મળતા વઢવાણના યુવાને ફીનાઈલ પી લેતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. જેમાં અમદાવાદના શખ્સે ધમકી આપી હતી.વઢવાણના ખાંડીપોળ પાસે રહેતા આમીન હારૂનભાઈ વડદરીયા ડ્રાઈવીંગ કરે છે. તેઓએ વર્ષ 2022માં આઈશર ટ્રક લીધી હતી. આ વાહન પડયુ રહેતુ હોય અને ભાડુ મળતુ ન હોય આમીનભાઈએ વેચવા કાઢયુ હતુ. જેમાં 21-9-24ના રોજ અમદાવાદના જુહાપુરામાં આવેલ સુકુન સોસાયટીમાં રહેતા મહેમુદ મુસાભાઈ મારૂને ટ્રક નોટરી સમક્ષ વેચાણ કરાર કરી રૂ. 50 હજારમાં વેચાણથી આપ્યુ હતુ. જેમાં 6 હજાર બાના પેટે લીધા હતા. ત્યારે બાકીની રકમ માટે વારંવાર ઉઘરાણી કરવા છતાં અને રૂબરૂ અમદાવાદ જવા છતાં મહેમુદ મારૂ બાકીના રૂ. 44 હજાર આપતો ન હતો. આથી આમીનભાઈએ ફીનાઈલ ગટગટાવી લીધુ હતુ. જેમાં તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગેની જાણ મહેમુદ મારૂને થતા તેઓએ ફોન કરી આમીનભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ડી. જે. ઝાલા ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વઢવાણમાં રહેતા અને ડ્રાઈવીંગ કરતા યુવાને અમદાવાદના જુહાપુરામાં રહેતા શખ્સને ટ્રક વેચાણથી આપી હતી. જેમાં રૂ.50 હજારની કિંમત સામે રૂ. 6 હજાર બાના પેટે અપાયા હતા. વારંવાર માંગણી કરવા છતાં બાકીની રકમ 44 હજાર ન મળતા વઢવાણના યુવાને ફીનાઈલ પી લેતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. જેમાં અમદાવાદના શખ્સે ધમકી આપી હતી.
વઢવાણના ખાંડીપોળ પાસે રહેતા આમીન હારૂનભાઈ વડદરીયા ડ્રાઈવીંગ કરે છે. તેઓએ વર્ષ 2022માં આઈશર ટ્રક લીધી હતી. આ વાહન પડયુ રહેતુ હોય અને ભાડુ મળતુ ન હોય આમીનભાઈએ વેચવા કાઢયુ હતુ. જેમાં 21-9-24ના રોજ અમદાવાદના જુહાપુરામાં આવેલ સુકુન સોસાયટીમાં રહેતા મહેમુદ મુસાભાઈ મારૂને ટ્રક નોટરી સમક્ષ વેચાણ કરાર કરી રૂ. 50 હજારમાં વેચાણથી આપ્યુ હતુ. જેમાં 6 હજાર બાના પેટે લીધા હતા. ત્યારે બાકીની રકમ માટે વારંવાર ઉઘરાણી કરવા છતાં અને રૂબરૂ અમદાવાદ જવા છતાં મહેમુદ મારૂ બાકીના રૂ. 44 હજાર આપતો ન હતો. આથી આમીનભાઈએ ફીનાઈલ ગટગટાવી લીધુ હતુ. જેમાં તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગેની જાણ મહેમુદ મારૂને થતા તેઓએ ફોન કરી આમીનભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ડી. જે. ઝાલા ચલાવી રહ્યા છે.