Surendranagar: લો બોલો! પાટડીમાં વડોદરા ACB PIના ભાઈનું જુગારધામ ઝડપાયું

રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાને બદલે ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે આવી જ એક ગેરકાયદેસર પ્રવૃતિ સુરેન્દ્રનગરના પાટડીમાંથી ઝડપાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગેરકાયદેસર રીતે ધમધમતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પડ્યા હતા. 5 મહિલાઓ સહિત 25 લોકો જુગાર રમતા ઝડપાયાઆ દરોડામાં 25 પુરૂષો અને 5 મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે.ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે SMCની ટીમે દરોડા પાડ્યા હતા. . ACBના PIના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ છે.રાત્રે 12 વાગ્યાના અરસામાં આ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ચાલતો હતો. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે મહિલાઓએ દરવાજા બંધ કરી દીધા હતા. પોલીસે કાર, મોબાઈલ, બાઈક, રોકડ સહિત અંદાજીત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.50 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો તો બીજી તરફ એ પણ પ્રશ્ન સામે આવી રહ્યો છે કે આટલું મોટું જુગારનું નેટવર્ક પાટડીમાં ચાલતું હતું તો કોની રહેમ દૃષ્ટિ હેઠળ ચાલતું હતું? શું પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે પછી સમગ્ર મામલાને રફે દફે કરવામાં આવશે તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.

Surendranagar: લો બોલો! પાટડીમાં વડોદરા ACB PIના ભાઈનું જુગારધામ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાને બદલે ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે આવી જ એક ગેરકાયદેસર પ્રવૃતિ સુરેન્દ્રનગરના પાટડીમાંથી ઝડપાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગેરકાયદેસર રીતે ધમધમતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પડ્યા હતા.

5 મહિલાઓ સહિત 25 લોકો જુગાર રમતા ઝડપાયા

આ દરોડામાં 25 પુરૂષો અને 5 મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે.ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે SMCની ટીમે દરોડા પાડ્યા હતા. . ACBના PIના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ છે.

રાત્રે 12 વાગ્યાના અરસામાં આ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ચાલતો હતો. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે મહિલાઓએ દરવાજા બંધ કરી દીધા હતા. પોલીસે કાર, મોબાઈલ, બાઈક, રોકડ સહિત અંદાજીત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

50 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

તો બીજી તરફ એ પણ પ્રશ્ન સામે આવી રહ્યો છે કે આટલું મોટું જુગારનું નેટવર્ક પાટડીમાં ચાલતું હતું તો કોની રહેમ દૃષ્ટિ હેઠળ ચાલતું હતું? શું પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે પછી સમગ્ર મામલાને રફે દફે કરવામાં આવશે તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.