Surendranagar: લાભાર્થીઓને કિટ માટે માત્ર મેસેજ કરાતા પરેશાની

સુરેન્દ્રનગર જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત અપાતી કીટ પહેલાથી જ વિવાદમાં રહી છે.અગાઉ જિલ્લાભરના લાભાર્થીઓને લીંબડી બોલાવાયા હતા. ત્યારે હવે તાલુકા કક્ષાએ થતા કીટ વીતરણમાં ફોનથી જાણ કર્યા વગર માત્ર વોટસએપ મેસેજ જ કરવામાં આવ્યા હોવાની રાવ ઉઠી છે. જોકે, તંત્ર લાભાર્થીઓને ફોન કરાયાના દાવા કરી રહ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન તા.27-9ને શુક્રવારે વઢવાણ ખાતે કરાયુ હતુ. જેમાં અમુક લાભાર્થીઓને માત્ર ફોટોસેશન પુરતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત કિટ અપાઈ હતી. આ કાર્યક્રમમાં સમાવીષ્ટ ન થયેલા લાભાર્થીઓને બાદમાં કીટ વિતરણ કરવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે ગરીબ કલ્યાણ મેળા બાદ લાભાર્થીઓને ઘરે પત્ર પહોંચ્યા હતા. જેમાં તેઓને લીંબડી ખાતે તા. 30-9મીએ કીટ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે મોંઘા ભાડા ખર્ચીને જિલ્લાના છેવાડાના તાલુકા ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રાના અરજદારોને પણ લીંબડી કીટ લેવા જવુ પડયુ હોવાથી રોષની લાગણી ફેલાઈ હતી. બીજી તરફ જો કોઈ લાભાર્થી લીંબડી ન જઈ શકે તો તાલુકા મથકે કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત વઢવાણ જીઆઈડીસીમાં આવેલ અલ્ટ્રા મીનરલના કારખાના પાસે યોગેશ્વર મહિલા મંડળ દ્વારા તા. 24-10ના રોજ કીટ વિતરણનું આયોજન કરાયુ હતુ. આ કીટ વિતરણ માટે બાકી રહેલા લાભાર્થીઓને વોટસએપ પર મેસેજ કરાયા હતા. આથી વોટસએપ વગરનો સાદો કી-પેડ વાળો સાદો મોબાઈલ વાપરતા કે મોબાઈલ ફોન જ ન વાપરતા લાભાર્થીઓને મેસેજ મળ્યા ન હતા. એથી તેઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. લાંબા અંતરાલ બાદ કિટ મળવાપાત્ર થઈ, તે મેળવવા પણ રઝળપાટ આ અંગે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ વ્યાસે જણાવ્યુ કે, સરકાર દ્વારા અપાતી કીટો માટે લાભાર્થીઓને ઠેર ઠેર રઝળપાટ કરવો પડી રહ્યો છે. એક તો લાંબા અંતરાલ બાદ કીટ તેઓને મળવાપાત્ર થઈ છે. તેમાં પણ કીટ માટે છેક વઢવાણ જીઆઈડીસીમાં બોલાવાયા હતા અને લાભાર્થીઓને ફોન ન કરી માત્ર વોટસએપ સંદેશાથી જાણ કરાઈ હતી. મેસેજ ડિલિવર ન થનાર લાભાર્થીઓને ફોન કરાયા છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશ્નર એન.એ.હેરમાએ જણાવ્યુ કે, જિલ્લાના 1396 લાભાર્થીઓમાંથી 1110ને કીટ વિતરણ થઈ છે. જયારે હજુ 286 લાભાર્થીઓને કીટ તેમના તાલુકાકક્ષાએ જ મળનાર છે. દિવાળીના તહેવારો પહેલા લાભાર્થીઓને કીટ મળી જાય તેવો અમારો હેતુ રહેલો છે. આથી વોટસએપ મેસેજ કરાયા હતા. અને જે લાભાર્થીઓને મેસેજ ડીલીવર નથી થયા. તેઓને ફોન કરીને જાણ કરવામાં આવી છે. એક પણ પાત્રતા ધરાવતો લાભાર્થી કીટથી વંચીત નહી રહે. તા. 24મીએ પણ જે કીટ લેવા નહીં જઈ શકયા હોય તેઓને કીટ બાદમાં મળી જશે.

Surendranagar: લાભાર્થીઓને કિટ માટે માત્ર મેસેજ કરાતા પરેશાની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત અપાતી કીટ પહેલાથી જ વિવાદમાં રહી છે.

અગાઉ જિલ્લાભરના લાભાર્થીઓને લીંબડી બોલાવાયા હતા. ત્યારે હવે તાલુકા કક્ષાએ થતા કીટ વીતરણમાં ફોનથી જાણ કર્યા વગર માત્ર વોટસએપ મેસેજ જ કરવામાં આવ્યા હોવાની રાવ ઉઠી છે. જોકે, તંત્ર લાભાર્થીઓને ફોન કરાયાના દાવા કરી રહ્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન તા.27-9ને શુક્રવારે વઢવાણ ખાતે કરાયુ હતુ. જેમાં અમુક લાભાર્થીઓને માત્ર ફોટોસેશન પુરતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત કિટ અપાઈ હતી. આ કાર્યક્રમમાં સમાવીષ્ટ ન થયેલા લાભાર્થીઓને બાદમાં કીટ વિતરણ કરવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે ગરીબ કલ્યાણ મેળા બાદ લાભાર્થીઓને ઘરે પત્ર પહોંચ્યા હતા. જેમાં તેઓને લીંબડી ખાતે તા. 30-9મીએ કીટ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે મોંઘા ભાડા ખર્ચીને જિલ્લાના છેવાડાના તાલુકા ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રાના અરજદારોને પણ લીંબડી કીટ લેવા જવુ પડયુ હોવાથી રોષની લાગણી ફેલાઈ હતી. બીજી તરફ જો કોઈ લાભાર્થી લીંબડી ન જઈ શકે તો તાલુકા મથકે કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત વઢવાણ જીઆઈડીસીમાં આવેલ અલ્ટ્રા મીનરલના કારખાના પાસે યોગેશ્વર મહિલા મંડળ દ્વારા તા. 24-10ના રોજ કીટ વિતરણનું આયોજન કરાયુ હતુ. આ કીટ વિતરણ માટે બાકી રહેલા લાભાર્થીઓને વોટસએપ પર મેસેજ કરાયા હતા. આથી વોટસએપ વગરનો સાદો કી-પેડ વાળો સાદો મોબાઈલ વાપરતા કે મોબાઈલ ફોન જ ન વાપરતા લાભાર્થીઓને મેસેજ મળ્યા ન હતા. એથી તેઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.

લાંબા અંતરાલ બાદ કિટ મળવાપાત્ર થઈ, તે મેળવવા પણ રઝળપાટ

આ અંગે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ વ્યાસે જણાવ્યુ કે, સરકાર દ્વારા અપાતી કીટો માટે લાભાર્થીઓને ઠેર ઠેર રઝળપાટ કરવો પડી રહ્યો છે. એક તો લાંબા અંતરાલ બાદ કીટ તેઓને મળવાપાત્ર થઈ છે. તેમાં પણ કીટ માટે છેક વઢવાણ જીઆઈડીસીમાં બોલાવાયા હતા અને લાભાર્થીઓને ફોન ન કરી માત્ર વોટસએપ સંદેશાથી જાણ કરાઈ હતી.

મેસેજ ડિલિવર ન થનાર લાભાર્થીઓને ફોન કરાયા છે

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશ્નર એન.એ.હેરમાએ જણાવ્યુ કે, જિલ્લાના 1396 લાભાર્થીઓમાંથી 1110ને કીટ વિતરણ થઈ છે. જયારે હજુ 286 લાભાર્થીઓને કીટ તેમના તાલુકાકક્ષાએ જ મળનાર છે. દિવાળીના તહેવારો પહેલા લાભાર્થીઓને કીટ મળી જાય તેવો અમારો હેતુ રહેલો છે. આથી વોટસએપ મેસેજ કરાયા હતા. અને જે લાભાર્થીઓને મેસેજ ડીલીવર નથી થયા. તેઓને ફોન કરીને જાણ કરવામાં આવી છે. એક પણ પાત્રતા ધરાવતો લાભાર્થી કીટથી વંચીત નહી રહે. તા. 24મીએ પણ જે કીટ લેવા નહીં જઈ શકયા હોય તેઓને કીટ બાદમાં મળી જશે.