Surendranagar: રાજકોટના ક્ષત્રિય આગેવાનની પાસા હેઠળ ધરપકડનો ઝાલાવાડમાં વિરોધ

Jul 6, 2025 - 03:30
Surendranagar: રાજકોટના ક્ષત્રિય આગેવાનની પાસા હેઠળ ધરપકડનો ઝાલાવાડમાં વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં લોકસભાની ચૂંટણી અગાઉ ક્ષત્રીય અસ્મીતા આંદોલનમાં અગત્યનો ભાગ ભજવાનાર પી.ટી.જાડેજા રાજકોટ રહે છે. રાજકોટના 150 ફુટ રીંગ રોડ પાછળ આવેલ અમરનાથ મહાદેવ મંદીરે ગત સોમવારે મહાઆરતીનું આયોજન હતુ. જેમાં આયોજકે પી.ટી.જાડેજાએ ધમકી આપી મહાઆરતી ન કરવા દેવાનું કહ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં શુક્રવારે રાત્રે પી.ટી.જાડેજાની અટકાયત કરીને તેઓને પાસા હેઠળ સાબરમતી જેલ ધકેલી દેવાયા છે. આ બનાવને લઈને સમગ્ર રાજયના ક્ષત્રીય આગેવાનોમાં રોષ ફેલાયો છે. જેમાં શનીવારે સવારે ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ રૂદ્રદત્તસીંહ ઝાલા, વિશુભા ઝાલા, મહાવીરસીંહ, કૃષ્ણપાલસીંહ, દીલીપસીંહ, પ્રતીકસીંહ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો એકઠા થયા હતા. અને તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયુ છે. જો 48 કલાકમાં પાસા રદ્દ નહી થાય તો આંદોલનની ચીમકી અપાઈ છે. આ અંગે ઝાલાવાડના ક્ષત્રીય આગેવાનોના જણાવાયા મુજબ અસ્મીતા આંદોલન સમયથી સરકાર આગેવાનો સાથે રાગદ્વેષ ભરી કાર્યવાહી કરી છે. આ કેસ માત્ર ધમકી આપવાનો હતો. જેમાં પોલીસ મથકેથી જ જામીન મળી જાય છે, બીજી તરફ આરોપી અને ફરિયાદ વચ્ચેનો આ કેસ સમાધાનના સ્ટેજે હતો. ત્યારે સરકારના ઈશારે પોલીસે સમાધાન ન થવા દઈ પાસા લગાવી પી.ટી.જાડેજાને જેલ હવાલે કર્યા છે. જેના લીધે સમગ્ર રાજયના ક્ષત્રીય આગેવાનોમાં રોષ ફેલાયો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0