Surendranagar: મૂળી-જસાપર રોડ પરના ફાર્મ હાઉસમાંથી પોલીસે દારૂ ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મૂળી પોલીસને જસાપર રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં રહેતો શખ્સ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગરનો યુવાન દારૂની 26 બોટલ સાથે પકડાયો હતો.
મૂળી પીઆઈની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફને મુળી-જસાપર રોડ પર બબલુભાઈના ફાર્મ હાઉસની વાડીમાં રહેતો મુકેશ નરેન્દ્રભાઈ નળીયાધારા વિદેશી દારૂ રાખી છુટક વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ફાર્મ હાઉસમાં બાઈક પર બેસેલો મુળ સુરેન્દ્રનગરની કૃષ્ણનગર સોસાયટીનો અને હાલ ફાર્મ હાઉસમાં રહેતો મુકેશ દારૂની 1 બોટલ સાથે મળી આવ્યો હતો. જયારે તેની પુછપરછમાં અન્ય મુદ્દામાલ વાડીના મકાનમાં હોવાનું જણાવતા ત્યાં તપાસ કરતા લાકડાના ટેબલના ખાનામાંથી દારૂની 25 બોટલ મળી આવી હતી. આથી દારૂની 26 બોટલ કિંમત રૂપીયા 19,500, બે મોબાઈલ અને બાઈક સહિત રૂ. 69,500 સાથે તેની ધરપકડ કરી મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના કરશનભાઈ લોહ સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન કોંઢ ગામની સીમમાં આવેલ વાડીના શેઢે જયુભા મહેન્દ્રસીંહ ઝાલા દારૂ સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે દારૂના 95 ચપલા કિંમત રૂ. 9500નો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી છે. બીજી તરફ સુરેન્દ્રનગરના નીર્મલનગરમાંથી ફીરદોસ સોસાયટીમાં રહેતો શૈલેષ ઉર્ફે બાબુ અરજણભાઈ ચારોલા વિદેશી દારૂના 1 ચપલા સાથે પકડાયો હતો. લીંબડી પોલીસને પારસનગરમાં રહેતો પ્રતીક ઉર્ફે ભોલો મહેશભાઈ ઝાપડીયા તેના રહેણાક મકાને દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે બીયરના 33 ટીન જપ્ત કરી લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આદરી છે.
What's Your Reaction?






