Surendranagar: મૂળીના સિદ્ધસરમાં બે ભાઈઓએ દુકાનદારને માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુળી તાલુકાના સીધ્ધસર ગામે 42 વર્ષીય નરભેરામ તુલસીદાસ પરમાર રહે છે. તેઓ ગામમાં ટાયર પંચર અને પાન-મસાલાની દુકાન ચલાવે છે. તા. 1 જુલાઈના રોજ રાત્રે તેઓ દુકાને તેમના કૌટુંબીક ભાઈ બળદેવભાઈ સાથે બેઠા હતા. આ સમયે ગામના રાહુલ કીશોરભાઈ પરમાર અને ચીરાગ કીશોરભાઈ પરમાર આવ્યા હતા. અને બળદેવભાઈને પૈસા ઉછીના લીધેલા છે તે કયારે આપવાના છે તેમ કહેતા નરભેરામે તે પૈસા ન આપે તો હું આપી દઈશ તેમ કહેતા બન્ને ઉશ્કેરાયા હતા. અને અપશબ્દો કહી અમારે અત્યારે જ પૈસા જોઈએ તેમ કહી લાકડાના ધોકા વડે નરભેરામને માર મારતા તેમને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ રાજકોટ રીફર કરાયા છે. આ અંગે મુળી પોલીસ મથકે બન્ને ભાઈઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ આર.પી.બાવળીયા ચલાવી રહ્યા છે.
What's Your Reaction?






