Surendranagar: મનપાએ શહેરના 80 ફૂટ રોડ પર શાકમાર્કેટ બંધ કરાવાતા રોષ

સુરેન્દ્રનગર મહાનગરપાલીકા બનતા દબાણ હટાવો અને રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી તેજ બની છે. જેમાં શહેરના 80 ફુટ રોડ પર અયોધ્યા નગર પાસે રસ્તા પર લારી લઈને શાકભાજી વેચતા વિક્રેતાઓને દુર કરાયા છે. ત્યારે શાકભાજી વેચનારાઓએ ધંધા રોજગાર માટે યોગ્ય માટે જગ્યા આપવા માટે મનપા કચેરીમાં લેખીત રજુઆત કરી છે.સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકા મહાનગરપાલીકા જાહેર થયા બાદ અધીકારીઓએ ચાર્જ સંભાળી લીધો છે. વહીવટદાર અને જિલ્લા કલેકટરના આદેશ મુજબ શહેરમાં રસ્તાઓ ખુલ્લા કરવા અને દબાણ હટાવવાની કામગીરી તેજ બની છે. બીજી તરફ શહેરના હેન્ડલુમ ચોકથી ટાંકી ચોક અને ટાંકી ચોકથી પતરાવાળી ચોક વચ્ચે ઉભા રહેતા અને શહેરના 80 ફુટ રોડ પર અયોધ્યાનગર પાસે રસ્તા પર શાકભાજી વેચતા વેપારીઓને પણ છેલ્લા ત્રણ દિવસથી હટાવાયા છે. આથી આ લોકોનો જીવન નીર્વાહ મુશ્કેલ બની ગયો છે. જેમાં અયોધ્યાનગર શાક માર્કેટ વિસ્તારમાં ધંધો કરતા શાકભાજીના વેપારીઓ કલેકટર કચેરી અને મહાનગરપાલીકા કચેરીએ રજુઆત કરવા સોમવારે બપોરે દોડી ગયા હતા. જેમાં દીલીપભાઈ પાટડીયા, મધુબેન રમેશભાઈ, પાયલબેન સુનીલભાઈ સહિતનાઓએ રજુઆત કરતા જણાવ્યુ કે, અમો છેલ્લા 20 કરતા વધુ વર્ષથી અહીં શાકભાજીનો વેપાર કરીએ છીએ. શહેરનો વિકાસ જરૂરી છે તે બાબતે અમો પણ સહમત છીએ. પરંતુ અમોને ધંધા રોજગાર માટે અન્યત્ર જગ્યા ફાળવવા અમારી માંગણી છે.

Surendranagar: મનપાએ શહેરના 80 ફૂટ રોડ પર શાકમાર્કેટ બંધ કરાવાતા રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર મહાનગરપાલીકા બનતા દબાણ હટાવો અને રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી તેજ બની છે. જેમાં શહેરના 80 ફુટ રોડ પર અયોધ્યા નગર પાસે રસ્તા પર લારી લઈને શાકભાજી વેચતા વિક્રેતાઓને દુર કરાયા છે. ત્યારે શાકભાજી વેચનારાઓએ ધંધા રોજગાર માટે યોગ્ય માટે જગ્યા આપવા માટે મનપા કચેરીમાં લેખીત રજુઆત કરી છે.

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકા મહાનગરપાલીકા જાહેર થયા બાદ અધીકારીઓએ ચાર્જ સંભાળી લીધો છે. વહીવટદાર અને જિલ્લા કલેકટરના આદેશ મુજબ શહેરમાં રસ્તાઓ ખુલ્લા કરવા અને દબાણ હટાવવાની કામગીરી તેજ બની છે. બીજી તરફ શહેરના હેન્ડલુમ ચોકથી ટાંકી ચોક અને ટાંકી ચોકથી પતરાવાળી ચોક વચ્ચે ઉભા રહેતા અને શહેરના 80 ફુટ રોડ પર અયોધ્યાનગર પાસે રસ્તા પર શાકભાજી વેચતા વેપારીઓને પણ છેલ્લા ત્રણ દિવસથી હટાવાયા છે. આથી આ લોકોનો જીવન નીર્વાહ મુશ્કેલ બની ગયો છે. જેમાં અયોધ્યાનગર શાક માર્કેટ વિસ્તારમાં ધંધો કરતા શાકભાજીના વેપારીઓ કલેકટર કચેરી અને મહાનગરપાલીકા કચેરીએ રજુઆત કરવા સોમવારે બપોરે દોડી ગયા હતા. જેમાં દીલીપભાઈ પાટડીયા, મધુબેન રમેશભાઈ, પાયલબેન સુનીલભાઈ સહિતનાઓએ રજુઆત કરતા જણાવ્યુ કે, અમો છેલ્લા 20 કરતા વધુ વર્ષથી અહીં શાકભાજીનો વેપાર કરીએ છીએ. શહેરનો વિકાસ જરૂરી છે તે બાબતે અમો પણ સહમત છીએ. પરંતુ અમોને ધંધા રોજગાર માટે અન્યત્ર જગ્યા ફાળવવા અમારી માંગણી છે.