Surendranagar પોલીસ આવી એકશનમાં, હથિયારો સાથે રોલો પાડનાર 28 આરોપીઓ જેલ હવાલે

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી હત્યા ફાયરિંગ સહીતના બનાવોમાં વધારો થતા જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સતત છેલ્લા 15 દિવસથી જીલ્લામાં કોમ્બિંગ હાથ ધરીને હથિયારો સાથે રોલા પાડનારા અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા 28 આરોપીઓ સામે ગુના નોંધાયા છે. નાઈટ ચેકિંગ સાથોસાથ રાત્રે બીનજરૂરી આંટા મારતાં રખડતાં લોકો યુવાનો સામે કાર્યવાહી કરી 200 થી વધુ વાહનો ડીટેઇન કરાયા છે છરી ધોકા જેવા ધાતક હથિયાર સાથે ફરતાં 87 જેટલાં લોકોને જીલ્લામાંથી ઝડપી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે આવનારા સમયમાં ડ્રોન કેમેરાથી કોમ્બિંગ હાથ ધરવામાં આવશે જીલ્લામાં શાંતીપૂર્ણ વાતાવરણ માટે સતત અલગ અલગ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે,તો સામે જીલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા પણ જીલ્લા એસપી સાથે સંકલનમાં રહીને પાસા, તડીપાર અને હથિયાર રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.અધિકારીઓની મળી હતી બેઠકબનાવોના પગલે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ જીલ્લા એસપી અને કલેકટર દ્વારા એક બેઠક મળી હતી જેના ભાગરૂપે આરોપી સામે પોલીસ દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામાયુ છે કલેકટર દ્વારા છેલ્લા 3 વર્ષ માં 404 હથિયારોના પરવાના રદ કરી દેવામાં આવ્યાં છે 71 પાસાં 36 તડીપાર સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 121 સ્વરક્ષણનાં પરવાનેદારોના હથિયાર રદ કરવામાં આવ્યાં છે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને હથિયાર પરવાનેદાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે અનેક વાહનો ડીટેઇન કર્યા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને આદેશ કર્યો હતો કે,શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે જેને લઈ પોલીસ પણ એકટિવ મોડમાં આવી ગઈ હતી,પોલીસ દ્રારા મોડી રાત્રે શહેરમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું જેમાં અલગ-અલગ સ્થાનિકોના વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેમજ જે લોકો હથિયાર સાથે ઝડપાયા હતા તેમની સામે કાર્યવાહી કરી હતી સાથે સાથે પ્રોહિબિશનના કેસ પણ કર્યા હતા,પોલીસે અલગ-અલગ ગુનાઓ નોંધીને કાર્યવાહી કરી છે. અસામાજિક તત્વો ગભરાયા સમગ્ર કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વોને પણ ચેક કરવામાં આવ્યા હતા અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.બીન જરૂરી મોડીરાત્રે આંટા મારતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો રોગ સાઇડ, નંબર પ્લેટ, પીધેલા, હથિયાર સાથે ફરતાં અને લાયસન્સ વગરનાં આવા તમામનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ,અનેક વાહનો ડીટેઇન કરાયા મોટી ગાડીઓની તલાસી લેવાઇ રાત્રે રખડતા યુવાનોને અને માતાપિતાને સંદેશ ન્યૂઝની અપીલ છે કે,આપના બાળકોને રાત્રે રખડતા બંધ કરો નહીતર પોલીસ કરશે કાર્યવાહી.

Surendranagar પોલીસ આવી એકશનમાં, હથિયારો સાથે રોલો પાડનાર 28 આરોપીઓ જેલ હવાલે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી હત્યા ફાયરિંગ સહીતના બનાવોમાં વધારો થતા જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સતત છેલ્લા 15 દિવસથી જીલ્લામાં કોમ્બિંગ હાથ ધરીને હથિયારો સાથે રોલા પાડનારા અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા 28 આરોપીઓ સામે ગુના નોંધાયા છે.

નાઈટ ચેકિંગ

સાથોસાથ રાત્રે બીનજરૂરી આંટા મારતાં રખડતાં લોકો યુવાનો સામે કાર્યવાહી કરી 200 થી વધુ વાહનો ડીટેઇન કરાયા છે છરી ધોકા જેવા ધાતક હથિયાર સાથે ફરતાં 87 જેટલાં લોકોને જીલ્લામાંથી ઝડપી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે આવનારા સમયમાં ડ્રોન કેમેરાથી કોમ્બિંગ હાથ ધરવામાં આવશે જીલ્લામાં શાંતીપૂર્ણ વાતાવરણ માટે સતત અલગ અલગ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે,તો સામે જીલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા પણ જીલ્લા એસપી સાથે સંકલનમાં રહીને પાસા, તડીપાર અને હથિયાર રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓની મળી હતી બેઠક

બનાવોના પગલે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ જીલ્લા એસપી અને કલેકટર દ્વારા એક બેઠક મળી હતી જેના ભાગરૂપે આરોપી સામે પોલીસ દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામાયુ છે કલેકટર દ્વારા છેલ્લા 3 વર્ષ માં 404 હથિયારોના પરવાના રદ કરી દેવામાં આવ્યાં છે 71 પાસાં 36 તડીપાર સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 121 સ્વરક્ષણનાં પરવાનેદારોના હથિયાર રદ કરવામાં આવ્યાં છે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને હથિયાર પરવાનેદાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસે અનેક વાહનો ડીટેઇન કર્યા

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને આદેશ કર્યો હતો કે,શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે જેને લઈ પોલીસ પણ એકટિવ મોડમાં આવી ગઈ હતી,પોલીસ દ્રારા મોડી રાત્રે શહેરમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું જેમાં અલગ-અલગ સ્થાનિકોના વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેમજ જે લોકો હથિયાર સાથે ઝડપાયા હતા તેમની સામે કાર્યવાહી કરી હતી સાથે સાથે પ્રોહિબિશનના કેસ પણ કર્યા હતા,પોલીસે અલગ-અલગ ગુનાઓ નોંધીને કાર્યવાહી કરી છે.

અસામાજિક તત્વો ગભરાયા

સમગ્ર કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વોને પણ ચેક કરવામાં આવ્યા હતા અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.બીન જરૂરી મોડીરાત્રે આંટા મારતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો રોગ સાઇડ, નંબર પ્લેટ, પીધેલા, હથિયાર સાથે ફરતાં અને લાયસન્સ વગરનાં આવા તમામનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ,અનેક વાહનો ડીટેઇન કરાયા મોટી ગાડીઓની તલાસી લેવાઇ રાત્રે રખડતા યુવાનોને અને માતાપિતાને સંદેશ ન્યૂઝની અપીલ છે કે,આપના બાળકોને રાત્રે રખડતા બંધ કરો નહીતર પોલીસ કરશે કાર્યવાહી.