Surendranagar: ધ્રાંગધ્રા હાઇવે પર રોંગ સાઇડ જતા વાહનોથી અકસ્માતનો ભય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર કોર્ટની સામે તોડેલા ડીવાયડરથી સ્કૂલે જતા વાહનો સહિતના વાહનચાલકો રોંગ સાઇડમાં અવર જવર કરતા હોઇ ગંભીર અકસ્માત સર્જાવાની શકયતા હોઇ તાત્કાલીક એલ.એન્ડ ટી.કંપની દ્વારા ડીવાઇડર બંધ કરવાની માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાઇવે ઉપર રોડ ક્રોસ કરવા રોંગ સાઇડનો ઉપયોગ કરતા સમયે અનેક વખત અકસ્માતો સર્જાય છે.એવામાં ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર ધ્રાગધ્રા કોર્ટની બિલકુલ સામે તોડેલું ડીવાયડર બંધ કરી દેવાયા બાદ ફરીથી કોઇએ તોડી નાખ્યુ છે.જેથી સામેની સાઇડ આવેલી સેન્ટ હિલેરી સ્કૂલે જતા વાલીઓને બાળકોને મુકવા ફરવા ન જવુ પડે એ માટે વાલીઓના વાહનો સાથે અનેક વાહનો કોર્ટની સામે તોડેલા ડીવાયડરથી જ રોડ ક્રોસ કરી રોંગ સાઇડમાં વાહનો લઇને અવર જવર કરતા હોય છે.આ મુખ્ય હાઇવે હોવાના કારણે દરરોજ નાન મોટા હજારો વાહનોની અવર જવર રહેતી હોવાથી આ કોર્ટની સામે તોડેલા ડીવાયડરથી રોંગ સાઇડમાં અવર જવર થતી હોવાથી ગમે ત્યારે વિધ્યાર્થીઓના ભરેલા વાહનો કે અન્ય વાહનો સાથે મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે.જેથી આ ગંભીર બાબતને ધ્યાને લઇ એલ.એન્ડ ટી.કંપની અને ડેપ્યટી કલેકટર ધ્રાંગધ્રા દ્વારા તાત્કાલીક ધ્રાંગધ્રા કોર્ટ સામે તોડેલુ ડીવાયડર તાત્કાલીક બંધ કરી દેવાય એવી માંગ ઉઠી છે.
What's Your Reaction?






