Surendranagar: દસાડામાં દારૂના ત્રણ દરોડા : રૂ. 1.68 લાખની મતા સાથે બે પકડાયા, બે વોન્ટેડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના માલવણ કેનાલ પાસે, ખેરવા ગામે અને સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં બે આરોપી રૂ. 1,68,540ની મત્તા સાથે પકડાયા હતા. જયારે બે શખ્સની પોલીસ શોધખોળ કરી રહી છે.
બજાણા પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે માલવણ કેનાલ પાસે એક બુલેટ ચાલકે પોલીસ વાહનની સાઈડ કાપી હતી. આ ચાલકે પોતાની આગળ અને પાછળ સ્કૂલ બેગ લગાવેલી હતી. આથી પોલીસને શંકા જતા બુલેટનો પીછો કરાયો હતો. જેમાં બુલેટ ચાલકને પોલીસ પીછો કરતી હોવાનો ખ્યાલ આવી જતા અખીયાણા ગામ તરફ બુલેટ ભગાવ્યુ હતુ. જેમાં અખીયાણાની બાપા સીતારામની મઢુલી પાસે પોલીસે બુલેટને ઓવરટેક કરી રોકવાની કોશીષ કરી હતી. જેમાં ચાલક બુલેટ અને સ્કૂલબેગ મુકી ફરાર થઈ ગયો હતો. જેમાં પોલીસે તપાસ કરતા બે બેગમાંથી વિદેશી દારૂની નાની મોટી 26 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ. 27,340નો દારૂ અને 1 લાખનું બુલેટ મળી કુલ રૂ. 1,27,340નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જયારે ફરાર બુલેટ ચાલક સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ બી. જે. સોલંકી ચલાવી રહ્યા છે. જયારે બજાણા પીએસઆઈ એ. એન. બુધેલીયા, મેહુલભાઈ પાણકુટા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન ખેરવા ગામે રહેતો બીસ્મીલ્લાહખાન અનવરખાન મલેક તેના ઘરે વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દારૂની 21 બોટલ કિંમત રૂ. 26,800ની મત્તા સાથે બીસ્મીલ્લાહખાન ઝડપાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ તેનો દિકરો શાહરૂખખાન બીસ્મીલ્લાહખાન મલેક લાવ્યો હોવાનું તથા વેચાણ માટે તેને આપ્યો હોવાનું ખુલતા બન્ને સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી શાહરૂખખાનને ઝડપી લેવા વધુ તપાસ બજાણા પોલીસ ચલાવી રહ્યા છે.
બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પીઆઈ એચ.એસ.જાડેજા સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન વડનગર બગીચા સામે એક શખ્સ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં કનકસીંહ ઉર્ફે કાનો જેસીંગભાઈ ડોડીયા વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂ. 14,400 સાથે ઝડપાયો હતો.
What's Your Reaction?






