Surendranagar: જિલ્લા ગ્રામ્યમાં દારૂના 4 સ્થળે રેડ : 4 શખ્સ પકડાયા, 2 વોન્ટેડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી, સુરેન્દ્રગર એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસે 4 શખ્સને વિદેશી દારૂ, કાર, બીયર, મોબાઈલ સહિત રૂ.5.90 લાખની મત્તા સાથે ઝડપી લીધા છે. આ દરોડામાં વોન્ટેડ બેને શોધવા પોલીસે વધુ તપાસ આદરી છે.
નાની મોલડી પીઆઈ સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન નાની મોલડીથી દારૂ ભરેલી સફેદ કલરની સ્વીફટ કાર રાજકોટ તરફ જતી હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે હાઈવે પર મહાવીરપુરમ જૈન તીર્થ પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા ચાલક રાજકોટના જંગલેશ્વરમાં રહેતો ફૈઝલ ઉર્ફે કાચબો યુનુસભાઈ ઠાસરીયા વિદેશી દારૂના 273 ચપલા અને 101 બોટલ સાથે પકડાયો હતો. પોલીસે રૂ. 77,800નો દારૂ, મોબાઈલ અને કાર સહિત રૂ.5,79,800નો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી છે. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે નર્મદાના પડતર કવાટર્સમાં જુગારની રેડ કરી હતી. જેમાં જુગાર રમતો રાજુ નરશીભાઈ કુમરખાણીયા બીયરના 17 ટીન કિંમત રૂ.3740 સાથે ઝડપાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તે બીયર ક્રષ્ણનગરમાં રહેતા રાજદીપસિંહ ઉર્ફે પાંચડો પ્રદ્યુમનસિંહ ઝાલા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી પાંચડાને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ ધનરાજસિંહ વાઘેલા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરની સરદાર સોસાયટી રોડ પરથી કર્મયોગી પાર્કમાં રહેતો બલભદ્રસિંહ કિશોરસિંહ ઝાલા વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂ. 5200 સાથે પકડાયો હતો. અને સુરેન્દ્રનગરના રાજપર રોડ પર આવેલ બજરંગ ફલેટમાં રહેતો કલ્પેશ ઉર્ફે કાળુ ઠાકરશીભાઈ જાદવ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે રેડ કરી હતી. જેમાં ઘરની શેટીમાંથી દારૂની 3 બોટલ કિંમત રૂ. 2088 સાથે પકડાયો હતો. આ દારૂ વઢવાણના વિજય સોલંકી પાસેથી લાવ્યો હોવાનું જણાવતા બન્ને સામે ગુનો નોંધાયો છે.
What's Your Reaction?






