Surendranagar: ચોટીલા ખેડૂત પરિવારના કપાસ અને ઘરવખરી પર અગ્નિ તાંડવ
ખેડૂતને અતિવૃષ્ટિ કપાસમાં ઈયળ આવવી પાક નિષ્ફ્ળ જવો જેવી અનેક નુકસાનીઓ આવે છે ત્યારે ચોટીલા તાલુકાના ખેરડી ગામના ખેડૂત ભરતભાઈ દાદભાઈ ખાચર ની વાડીએ વીણેલો કપાસ 350 મણ જેટલો રહેણાંક મકાન પાસે પડયો હતો.જેમાં ગત તા.1 ડિસેમ્બરે સાંજના 6:30 વાગ્યાની આસપાસ કપાસમાં અચાનક આગ લાગતાં બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં પણ આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ચોટીલા નગરપાલિકાના ફાયર ફઈટર ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. મહા મહેનતે આગ કાબુમાં આવી હતી આગની લપેટમાં 350 મણ જેટલો કપાસ ધરની તમામ ઘરવખરી 35,000 રૂપિયાની રોકડ રકમ મળીને ખેડૂતને લાખો રૂપિયાની નુકસાની આવી હતી તાત્કાલીક ફાયર ફઇટર અને ગામ લોકો આવી જતા મોટી જાનહાનિ ટળી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડૂતને અતિવૃષ્ટિ કપાસમાં ઈયળ આવવી પાક નિષ્ફ્ળ જવો જેવી અનેક નુકસાનીઓ આવે છે ત્યારે ચોટીલા તાલુકાના ખેરડી ગામના ખેડૂત ભરતભાઈ દાદભાઈ ખાચર ની વાડીએ વીણેલો કપાસ 350 મણ જેટલો રહેણાંક મકાન પાસે પડયો હતો.
જેમાં ગત તા.1 ડિસેમ્બરે સાંજના 6:30 વાગ્યાની આસપાસ કપાસમાં અચાનક આગ લાગતાં બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં પણ આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ચોટીલા નગરપાલિકાના ફાયર ફઈટર ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. મહા મહેનતે આગ કાબુમાં આવી હતી આગની લપેટમાં 350 મણ જેટલો કપાસ ધરની તમામ ઘરવખરી 35,000 રૂપિયાની રોકડ રકમ મળીને ખેડૂતને લાખો રૂપિયાની નુકસાની આવી હતી તાત્કાલીક ફાયર ફઇટર અને ગામ લોકો આવી જતા મોટી જાનહાનિ ટળી હતી.