Ahmedabad: પાયાની સુવિધા માટે નાગરિકો HCમાં : 14 વર્ષમાં 215 PIL

નઘરોળ તંત્ર શહેરીજનોની ફરિયાદ ટલ્લે ચડાવે છેછેલ્લાં 14 વર્ષ દરમિયાન હાઈકોર્ટમાં 215 જાહેર હિતની અરજી પાયાની સુવિધાથી વંચિત નાગરિકો દ્વારા PIL કરીને છેવટે હાઈકોર્ટના આશરે અમદાવાદમાં રોડ, પાણી, ડ્રેનેજ, લાઇટ, સહિત અપૂરતી માળખાકીય સુવિધાઓને કારણે ભારે હાલાકી તેમજ હેલ્થ, એસ્ટેટ - ટીડીઓ, ફાયર, ગાર્ડન સહિતના ડિપાર્ટમેન્ટમાં ચાલતી લાલિયાવાડીથી ત્રસ્ત જાગૃત નાગરિકોએ છેલ્લાં 14 વર્ષ દરમિયાન હાઈકોર્ટમાં 215 જાહેર હિતની અરજી (PIL) કરી છે. વારંવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં નઘરોળ મ્યુનિ. તંત્ર દ્વારા શહેરીજનોની ફરિયાદોની અવગણના થવાને કારણે પાયાની સુવિધાથી વંચિત નાગરિકો દ્વારા PIL કરીને છેવટે હાઈકોર્ટનો આશરો લેવો પડે છે. AMC વિરૂદ્ધ 2013માં સૌથી વધુ 28, 2014માં 22, 2015 અને 2018માં 18-18, 2012માં 17, 2016 અને 2021માં 16-16 તેમજ 2020માં 15 PIL કરવામાં આવી છે. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2010થી 2024 સુધીમાં શહેરીજનો દ્વારા વિવિધ મુદ્દા ઉપર હાઇકોર્ટમાં રસ્તા, પાર્કિંગ પોલિસી, રસ્તા પરના દબાણો, રોગચાળો, રખડતાં ઢોરો, પીવાનું પુરતું શુદ્ધ પાણી ન મળવા, પ્રજાના જાનમાલની અસલામતી, વરસાદી પાણીનો ત્વરીત નિકાલ, જેવી મહત્ત્વની પ્રજાહિતની વિવિધ બાબતે જાહેરહિતની અરજીઓ કરવામાં આવી છે.મ્યુનિ.ના કયા વિભાગ સામે કેટલી PIL થઈ લાઇટ સહિત પાયાની સુવિધા - 115,એસ્ટેટ-ટીડીઓ- 64, સોલીડ વેસ્ટ -9, ગાર્ડન-2, CNCD-3, હેલ્થ-5, ફાયર-1, હોસ્પિટલ-4, STP - 1, સ્કુલ બોર્ડ- 2, સેન્ટ્રલ ઓફિસ -1, સ્નાનાગાર -1, જન્મ-મરણ- 1, રોડ, પબ્લિસિટી- 2, રિવરફ્રન્ટ- 4, કુલ -215.

Ahmedabad: પાયાની સુવિધા માટે નાગરિકો HCમાં : 14 વર્ષમાં 215 PIL

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નઘરોળ તંત્ર શહેરીજનોની ફરિયાદ ટલ્લે ચડાવે છે
  • છેલ્લાં 14 વર્ષ દરમિયાન હાઈકોર્ટમાં 215 જાહેર હિતની અરજી
  • પાયાની સુવિધાથી વંચિત નાગરિકો દ્વારા PIL કરીને છેવટે હાઈકોર્ટના આશરે

અમદાવાદમાં રોડ, પાણી, ડ્રેનેજ, લાઇટ, સહિત અપૂરતી માળખાકીય સુવિધાઓને કારણે ભારે હાલાકી તેમજ હેલ્થ, એસ્ટેટ - ટીડીઓ, ફાયર, ગાર્ડન સહિતના ડિપાર્ટમેન્ટમાં ચાલતી લાલિયાવાડીથી ત્રસ્ત જાગૃત નાગરિકોએ છેલ્લાં 14 વર્ષ દરમિયાન હાઈકોર્ટમાં 215 જાહેર હિતની અરજી (PIL) કરી છે.

વારંવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં નઘરોળ મ્યુનિ. તંત્ર દ્વારા શહેરીજનોની ફરિયાદોની અવગણના થવાને કારણે પાયાની સુવિધાથી વંચિત નાગરિકો દ્વારા PIL કરીને છેવટે હાઈકોર્ટનો આશરો લેવો પડે છે. AMC વિરૂદ્ધ 2013માં સૌથી વધુ 28, 2014માં 22, 2015 અને 2018માં 18-18, 2012માં 17, 2016 અને 2021માં 16-16 તેમજ 2020માં 15 PIL કરવામાં આવી છે. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2010થી 2024 સુધીમાં શહેરીજનો દ્વારા વિવિધ મુદ્દા ઉપર હાઇકોર્ટમાં રસ્તા, પાર્કિંગ પોલિસી, રસ્તા પરના દબાણો, રોગચાળો, રખડતાં ઢોરો, પીવાનું પુરતું શુદ્ધ પાણી ન મળવા, પ્રજાના જાનમાલની અસલામતી, વરસાદી પાણીનો ત્વરીત નિકાલ, જેવી મહત્ત્વની પ્રજાહિતની વિવિધ બાબતે જાહેરહિતની અરજીઓ કરવામાં આવી છે.

મ્યુનિ.ના કયા વિભાગ સામે કેટલી PIL થઈ

લાઇટ સહિત પાયાની સુવિધા - 115,એસ્ટેટ-ટીડીઓ- 64, સોલીડ વેસ્ટ -9, ગાર્ડન-2, CNCD-3, હેલ્થ-5, ફાયર-1, હોસ્પિટલ-4, STP - 1, સ્કુલ બોર્ડ- 2, સેન્ટ્રલ ઓફિસ -1, સ્નાનાગાર -1, જન્મ-મરણ- 1, રોડ, પબ્લિસિટી- 2, રિવરફ્રન્ટ- 4, કુલ -215.