Surendranagarમાં હિટ એન્ડ રનમાં 3 મિત્રના મોત, ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર

Jun 8, 2025 - 11:30
Surendranagarમાં હિટ એન્ડ રનમાં 3 મિત્રના મોત, ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં 3 મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે, હાઈવે પર ટ્રક ચાલકે 3 મિત્રોને અડફેટે લેતા તેમના ઘટના સ્થળે મોત થયા છે, તો પોલીસે ઘટના સ્થળે જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ટ્રક ચાલકે ફુલ સ્પીડમાં ટ્રક ચલાવીને અકસ્માત કર્યો હોવાની વાત સામે આવી છે.

ધાંગધ્રા રોડ પર ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે, જેમાં 3 મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે, ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે, ટ્રક અન બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, તો 3 મિત્રો રાત્રે દુધરેજ નજીક જતા હતા ત્યાં સામેથી આવતા ટ્રકે ટક્કર મારી હતી અને તેમના ઘટના સ્થળે મોત થયા હતા, એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ યુવકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા હતા.

ઘટનાને લઈ પરિવાર પર આભ ફાટી પડયું

તો ઘટનાને લઈ પરિવારમાં તેમજ મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે, પોલીસે પરિવારના સભ્યોનો સંપર્ક પણ કર્યો છે, ત્યારે આ ઘટનામાં પોલીસે અલગ-અલગ રસ્તાના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને ટ્રક ચાલક કઈ દિશામાં ફરાર થયો તેની પણ તપાસ હાથધરી છે, 3 મિત્રોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0