Surendranagarમાં "ડ્રોન કેમેરાથી" પોલીસે ગાંજાનું વાવેતર ઝડપ્યું, વાંચો Special Story
સુરેન્દ્રનગરમાં ડ્રોન કેમેરાથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે જેમાં ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે,કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતુ તો ધજાળાના નવાગામની સીમમાંથી આ વાવેતર ઝડપાયું છે.LCBએ માલા ડાભી નામના શખ્સને ઝડપી પાડયો છે,1.10 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કર્યો ડ્રોનનો ઉપયોગ સુરેન્દ્રનગર એલસીબીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ગાંજાનુ વાવેતર ઝડપી પાડયું છે આ વાવેતર કપસાની આડમાં કરાતું હતુ તેવી માહિતી પોલીસને મળી હતી તો પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી અને ગાંજાના છોડ ઝડપી પાડયા હતા,ધજાળા ગામની સીમમાંથી આ વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે.5 નંગ અને 11 કીલો વજન સાથે 1.10 લાખના મુદ્દામાલ સાથે માલાભાઇ ડાભીને ઝડપી લીધો છે.પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરમાં સર્ચ કર્યુ તો વચ્ચોવચ ગાંજાનુ વાવેતર કેમેરામાં દેખાયું હતું જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એક અઠવાડિયા અગાઉ પણ ઝડપ્યો ગાંજો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાનીવડલા ગામની સીમમાથી લીલા ગાંજાના 30 છોડ સાથે શખસ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર એસઓજી ટીમે રૂ. 3,63,000ની કિંમતના 36 કિલો 300 ગ્રામ લીલા ગાંજા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.સુરેન્દ્રનગર એસઓજી ટીમના પીઆઇ બી.એચ.શીંગરખીયાને પાક્કી બાતમી મળી હતી કે, ચોટીલા તાલુકાના રાજપરા ગામના ગોવિંદભાઇ કુકાભાઇ રોજાસરા જાનીવડલા ગામની સીમમા આવેલા પોતાના ખેતરમા તુવેર તથા બીટી કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલું છે અને આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલા છે. પોલીસ ગાંજાને લઈ સતર્ક સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજાનું વધારે વાવેતર થાય છે જેને લઈ પોલીસ પણ સતર્ક બની છે સાથે સાથે પોલીસ દ્રારા અલગ-અલગ ખેતરોમાં ચેકિંગ પણ કરવામાં આવે છે જે વ્યકિતઓ ગાંજાનું વાવેતર કરે છે તેની સામે ગુનો પણ નોંધવામાં આવે છે,મહત્વનું છે કે અન્ય પાકની સાથે આ ગાંજાનું વાવેતર કરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેને લઈ પોલીસ પણ ચૌંકી ઉઠી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરમાં ડ્રોન કેમેરાથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે જેમાં ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે,કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતુ તો ધજાળાના નવાગામની સીમમાંથી આ વાવેતર ઝડપાયું છે.LCBએ માલા ડાભી નામના શખ્સને ઝડપી પાડયો છે,1.10 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કર્યો ડ્રોનનો ઉપયોગ
સુરેન્દ્રનગર એલસીબીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ગાંજાનુ વાવેતર ઝડપી પાડયું છે આ વાવેતર કપસાની આડમાં કરાતું હતુ તેવી માહિતી પોલીસને મળી હતી તો પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી અને ગાંજાના છોડ ઝડપી પાડયા હતા,ધજાળા ગામની સીમમાંથી આ વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે.5 નંગ અને 11 કીલો વજન સાથે 1.10 લાખના મુદ્દામાલ સાથે માલાભાઇ ડાભીને ઝડપી લીધો છે.પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરમાં સર્ચ કર્યુ તો વચ્ચોવચ ગાંજાનુ વાવેતર કેમેરામાં દેખાયું હતું જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
એક અઠવાડિયા અગાઉ પણ ઝડપ્યો ગાંજો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાનીવડલા ગામની સીમમાથી લીલા ગાંજાના 30 છોડ સાથે શખસ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર એસઓજી ટીમે રૂ. 3,63,000ની કિંમતના 36 કિલો 300 ગ્રામ લીલા ગાંજા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.સુરેન્દ્રનગર એસઓજી ટીમના પીઆઇ બી.એચ.શીંગરખીયાને પાક્કી બાતમી મળી હતી કે, ચોટીલા તાલુકાના રાજપરા ગામના ગોવિંદભાઇ કુકાભાઇ રોજાસરા જાનીવડલા ગામની સીમમા આવેલા પોતાના ખેતરમા તુવેર તથા બીટી કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલું છે અને આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલા છે.
પોલીસ ગાંજાને લઈ સતર્ક
સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજાનું વધારે વાવેતર થાય છે જેને લઈ પોલીસ પણ સતર્ક બની છે સાથે સાથે પોલીસ દ્રારા અલગ-અલગ ખેતરોમાં ચેકિંગ પણ કરવામાં આવે છે જે વ્યકિતઓ ગાંજાનું વાવેતર કરે છે તેની સામે ગુનો પણ નોંધવામાં આવે છે,મહત્વનું છે કે અન્ય પાકની સાથે આ ગાંજાનું વાવેતર કરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેને લઈ પોલીસ પણ ચૌંકી ઉઠી છે.