Surendranagarમાં ચૂંટણીને લઈ હથિયાર સંબધિત જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી થાનગઢની સામાન્ય ચૂંટણી-૨૦૨૫ અને લીંબડી, ધ્રાંગધ્રા નગરપાલિકાઓની ખાલી બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૫, તથા ૧૮-ઉંટડી, ૫-ધારાડુંગરીની તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી-૨૦૨૫ તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં આ ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે,ઓઝા દ્વારા જાહેરનામુ પપ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. દારૂગોળો જાહેરમાં પોતાની સાથે રાખી બહાર લઈ જઈ શકશે નહી આ જાહેરનામાં અનુસાર, જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારમાં (નગરપાલિકા થાનગઢની સામાન્ય ચૂંટણી-૨૦૨૫ અને લીંબડી, ધ્રાંગધ્રા નગરપાલિકાઓની ખાલી બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૫, તથા ૧૮-ઉંટડી, ૫-ધારાડુંગરીની તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી-૨૦૨૫) કોઈ પણ વ્યકિત કોઈપણ પ્રકારના શસ્ત્રો (પરવાનો મેળવેલ હોય તો પણ) તથા દારૂગોળો જાહેરમાં પોતાની સાથે રાખી બહાર લઈ જઈ શકશે નહી. જાહેરનામાનો નહી કરાય ભંગ હથિયાર, શસ્ત્રો તથા દારૂગોળો સાથે રાખવા પડતાં હોય તેવા સરકારી કર્મચારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગર તરફથી પરવાના તળેનું હથિયાર સાથે રાખવા જો ખાસ કિસ્સામાં પરવાનગી અપાયેલ હોય તો તેવી વ્યકિતઓને આ જાહેરનામું લાગુ પડશે નહી.આ જાહેરનામાંનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પુરી થવાની તા.૨૧/૦૨/૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધીના સમય માટે અમલમાં રહેશે.

Surendranagarમાં ચૂંટણીને લઈ હથિયાર સંબધિત જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી થાનગઢની સામાન્ય ચૂંટણી-૨૦૨૫ અને લીંબડી, ધ્રાંગધ્રા નગરપાલિકાઓની ખાલી બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૫, તથા ૧૮-ઉંટડી, ૫-ધારાડુંગરીની તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી-૨૦૨૫ તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં આ ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે,ઓઝા દ્વારા જાહેરનામુ પપ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

દારૂગોળો જાહેરમાં પોતાની સાથે રાખી બહાર લઈ જઈ શકશે નહી

આ જાહેરનામાં અનુસાર, જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારમાં (નગરપાલિકા થાનગઢની સામાન્ય ચૂંટણી-૨૦૨૫ અને લીંબડી, ધ્રાંગધ્રા નગરપાલિકાઓની ખાલી બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૫, તથા ૧૮-ઉંટડી, ૫-ધારાડુંગરીની તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી-૨૦૨૫) કોઈ પણ વ્યકિત કોઈપણ પ્રકારના શસ્ત્રો (પરવાનો મેળવેલ હોય તો પણ) તથા દારૂગોળો જાહેરમાં પોતાની સાથે રાખી બહાર લઈ જઈ શકશે નહી.

જાહેરનામાનો નહી કરાય ભંગ

હથિયાર, શસ્ત્રો તથા દારૂગોળો સાથે રાખવા પડતાં હોય તેવા સરકારી કર્મચારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગર તરફથી પરવાના તળેનું હથિયાર સાથે રાખવા જો ખાસ કિસ્સામાં પરવાનગી અપાયેલ હોય તો તેવી વ્યકિતઓને આ જાહેરનામું લાગુ પડશે નહી.આ જાહેરનામાંનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પુરી થવાની તા.૨૧/૦૨/૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધીના સમય માટે અમલમાં રહેશે.