સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. પુણા પોલીસ સ્ટેશનની જગ્યાના વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી. શરતભંગ થતા સુરત કલેકટરે એકશન લેતા મગોબમાં વિવાદિત જમીન સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવી.
શહેરમાં ગૌચર જમીનના નામે જગ્યા પડાવવાનો કારસો રચાયો હતો. જો કે ખેલ કરનારાઓના ઇરાદા પાર ના પડ્યા. પુણા પોલીસ સ્ટેશનની જગ્યામાં મગોબની બ્લોક નં.1 વાળી જમીનમાં ગામના વહીવટકર્તાઓએ તેનું વેચાણ કરી દીધું હતું. બ્લોક નં.1 વાળી જમીન ટ્રસ્ટની છે. પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટ્રસ્ટની જમીનને ગૌચરની જમીન બતાવી ખેલ કરવા મામલામાં સંદેશ ન્યૂઝના અહેવાલથી સરકાર સફાળી જાગી.
જમીનની 7/12માં 1287 નંબરથી કાચી નોંધ પડી હતી. શરતભંગ થતાં સુરત કલેક્ટર એક્શન મોડમાં આવ્યા.કલેક્ટરે કેસ સૂઓમોટો રિવિઝનમાં લીધો. મગોબ બ્લોક નંબર 156 પૈકી 1 વાળી જમીન સરકાર હસ્તગત કરી. અને ટ્રસ્ટની જમીનમાં સરકારનું નામ દાખલ કરી દીધું.
શહેરનું પુણા પોલીસ સ્ટેશન અગાઉ પણ વિવાદમાં જોવા મળ્યું. પોલીસ સ્ટેશનમાં 3 યુવાનોને માર મરાયાની ઘટનાએ સનસનાટી મચાવી હતી. યુવાનોના પરિવારજનોએ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર ગંભીર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલામાં યુવાનોને દોષ વગર મારવાને લઈને પરીવારે પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા માંગ કરી હતી. આજે પુણા પોલીસ સ્ટેશનમાં આવેલ જમીનને લઈને ફરી વિવાદ જોવા મળ્યો. આ વિસ્તારની મગોબ જમીનને ગૌચર જમીન બતાવી પચાવી પાડવાનું ષડયંત્ર રચાયું હતું.પરંતુ ન્યૂઝના અહેવાલથી સરકાર સફાળી જાગી અને તાત્કાલિક પગલાં લેતા જમીન હસ્તગત કરી.