Suratમાં પત્નીની હત્યા કરનારો આરોપી પતિ ઝડપાયો, થયા અનેક ખુલાસા
સુરત જિલ્લાના ઓલપાડ ટાઉનમાં પોતાના પૈસાની ચોરીની આશંકાને લઇ પતિએ પત્નીને ચાકુ જેવા તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે જેમાં હત્યા કર્યા બાદ પતિ થયો ફરાર થઈ ગયો હતો.સમગ્ર મામલે ઓલપાડ પોલીસે તપાસનો ધમધમાટ કરતા ગણતરીના કલાકોમા જ હત્યારા પતિને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીઠો છે. રૂપિયાની ચોરી કરે છે તેમ કહી હત્યા કરી ઓલપાડ ટાઉનમાં સરકારી વિશ્રામગૃહ નજીકથી પસાર થતી સેનાખાડી ઉપર નવો ઓવરબ્રિજ બની રહ્યો છે.આ બ્રિજની બાજુની ખુલ્લી જગ્યાના ઝુંપડામાં મુળ મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા જિલ્લાના સાંકરી તાલુકાનો અશોક બાપુ સકટ રહે છે.આ શ્રમજીવી પરિવારમાં બાપ-દિકરો ભેંસના વાળ કાપવાનો ધંધો કરે છે,જયારે અશોક સંકટની પત્ની હિરાબાઇ(ઉ.વ.૩૭) ઓલપાડ બજારમાં ભીખ માંગી ગુજરાન ચલાવે છે.ગત શનિવારના રોજ અશોક બાપુને પત્ની હિરાબાઇ સાથે પૈસા બાબતે લડાઈ-ઝઘડો થયો હતો.આ સમયે અશોક બાપુએ પત્ની ઉપર આક્ષેપ કર્યો હતો કે,તું મારા રૂપિયાની ચોરી કરી રહી છે.જે ઝઘડો હિંસક બનતા પતિ અશોક બાપુએ ઝુંપડાની બહાર ઉભેલી પત્ની હિરાબાઇના ગળામાં ઉપરા-છાપરી તિક્ષ્ણ ચપ્પુના જેવા હથિયારથી ઘા ઝીંકતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જયારે હત્યારો પતિ અશોક બાપુ તેની પત્નીની હત્યાને અંજામ આપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટના લઈ ઓલપાડ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેકનીકલ એનાલીસીસ દ્રારા તપાસ શરૂ કરી હતી પત્નીની હત્યા કરી હત્યારો પતિ અશોક બાપુ સકટ ફરાર થઇ જતા ઓલપાડ પી.આઇ. સી.આર.જાદવે પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ એનાલીસીસ દ્રારા તપાસ શરૂ કરી હતી.ઓલપાડ પોલીસની બાતમી મળતા આરોપી અશોક બાપુ સકટ પોતાના વતન જઈ રહ્યો છે.અને હાલ નવાપુર ખાતે પહોંચેલ છે તેવી બાતમી આધારે ઓલપાડ પોલીસની ટીમ નવાપુર ખાતે પહોંચી અશોક બાપુ સકટ ને પોલીસે ગલતરીના કલાકોમાં ઝડપી પાડી આ હત્યાનો ભેદ ઉકલી કાઢયો હતો.
![Suratમાં પત્નીની હત્યા કરનારો આરોપી પતિ ઝડપાયો, થયા અનેક ખુલાસા](https://epapercdn.sandesh.com/images/2025/02/10/5Gj6U75d4SYkPIB4lrZOeQ1S5oxktotVlp3W01pd.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના ઓલપાડ ટાઉનમાં પોતાના પૈસાની ચોરીની આશંકાને લઇ પતિએ પત્નીને ચાકુ જેવા તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે જેમાં હત્યા કર્યા બાદ પતિ થયો ફરાર થઈ ગયો હતો.સમગ્ર મામલે ઓલપાડ પોલીસે તપાસનો ધમધમાટ કરતા ગણતરીના કલાકોમા જ હત્યારા પતિને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીઠો છે.
રૂપિયાની ચોરી કરે છે તેમ કહી હત્યા કરી
ઓલપાડ ટાઉનમાં સરકારી વિશ્રામગૃહ નજીકથી પસાર થતી સેનાખાડી ઉપર નવો ઓવરબ્રિજ બની રહ્યો છે.આ બ્રિજની બાજુની ખુલ્લી જગ્યાના ઝુંપડામાં મુળ મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા જિલ્લાના સાંકરી તાલુકાનો અશોક બાપુ સકટ રહે છે.આ શ્રમજીવી પરિવારમાં બાપ-દિકરો ભેંસના વાળ કાપવાનો ધંધો કરે છે,જયારે અશોક સંકટની પત્ની હિરાબાઇ(ઉ.વ.૩૭) ઓલપાડ બજારમાં ભીખ માંગી ગુજરાન ચલાવે છે.ગત શનિવારના રોજ અશોક બાપુને પત્ની હિરાબાઇ સાથે પૈસા બાબતે લડાઈ-ઝઘડો થયો હતો.આ સમયે અશોક બાપુએ પત્ની ઉપર આક્ષેપ કર્યો હતો કે,તું મારા રૂપિયાની ચોરી કરી રહી છે.જે ઝઘડો હિંસક બનતા પતિ અશોક બાપુએ ઝુંપડાની બહાર ઉભેલી પત્ની હિરાબાઇના ગળામાં ઉપરા-છાપરી તિક્ષ્ણ ચપ્પુના જેવા હથિયારથી ઘા ઝીંકતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જયારે હત્યારો પતિ અશોક બાપુ તેની પત્નીની હત્યાને અંજામ આપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટના લઈ ઓલપાડ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ટેકનીકલ એનાલીસીસ દ્રારા તપાસ શરૂ કરી હતી
પત્નીની હત્યા કરી હત્યારો પતિ અશોક બાપુ સકટ ફરાર થઇ જતા ઓલપાડ પી.આઇ. સી.આર.જાદવે પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ એનાલીસીસ દ્રારા તપાસ શરૂ કરી હતી.ઓલપાડ પોલીસની બાતમી મળતા આરોપી અશોક બાપુ સકટ પોતાના વતન જઈ રહ્યો છે.અને હાલ નવાપુર ખાતે પહોંચેલ છે તેવી બાતમી આધારે ઓલપાડ પોલીસની ટીમ નવાપુર ખાતે પહોંચી અશોક બાપુ સકટ ને પોલીસે ગલતરીના કલાકોમાં ઝડપી પાડી આ હત્યાનો ભેદ ઉકલી કાઢયો હતો.