Suratમાં ધોધમાર વરસાદનું તાંડવ, કાકરાપાર ડેમ છલકાયો, તાપી નદી સીઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી થઈ

Aug 20, 2025 - 14:00
Suratમાં ધોધમાર વરસાદનું તાંડવ, કાકરાપાર ડેમ છલકાયો, તાપી નદી સીઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ધોધમાર વરસાદનું તાંડવા જોવા મળ્યું. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા. ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા. નેશનલ હાઈવે અને શહેરની અંદરના રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો ફસાયા. ટ્રાફિક જામની સ્થિતિ થતા લોકોને ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં હાલાકીનો સામનો કરવો પડયો.

તાપી નદી બે કાંઠે વહેતી થઈ

ભારે વરસાદને પગલે તાપી નદી સિઝનમાં પ્રથમવાર બેકાંઠે વહેતી થઈ. તાપી નદીમાં જળસ્તરમાં વધારો થતા 1.25 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. તાપી નદીમાં જળસ્તર વધતા ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે 24 માંથી 9 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું. ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ છે અને હાલ સપાટી 166.70 ફૂટે પહોંચી છે. તાપી નદીમાં નવા નીર આવતા કોઝવે 6.82 મીટરની સપાટી સાથે ઓવરફલો થયો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નીચાણના વિસ્તારોને એલર્ટ કરાયા.  

વરસાદથી ડેમમાં પાણીની આવક વધી

માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાયો. ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. ડેમમાં પાણીના નવા નીર આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. પ્રભાવિત ગામોના પશુ પાલકોને નદી પટમાં જવા મનાઈ ફરમાવવામાં આવી છે. શહેરમાં એકબાજુ વરસાદી માહોલ જામ્યો છે અને બીજી બાજુ વરસાદી માહોલમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં રોગચાળાને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યા વધી. રોગચાળાથી 2 બાળકો સહિત 3ના મોત. સારવાર માટે દર્દીઓની લાગી લાંબી કતારો જોવા મળી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0