Suratનો નબીરો કીર્તિન ડાખરા સાતિર, નશામાં હોવાથી 30 કલાક બાદ હાજર થયો
સુરતમાં 2 લોકોનો જીવ લેનાર કીર્તિન ડાખરા સાતિર નીકળ્યો છે,પોલીસથી બચવા માટે અને દારૂ બ્લડમાં ના આવે તે માટે પોલીસ સમક્ષ મોડેથી હાજર થયો હતો તો ગઈકાલે 30 કલાક બાદ કીર્તિન ડાખરા પોલીસ સમક્ષ હાજર થયો છે,તો પોલીસે બ્લડ સાથે વાળના સેમ્પલ્સ પણ લીધા હોવાની વાત સામે આવી છે. પોલીસે તપાસનો કર્યો ધમધમાટ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં કારની ગતિ જાણવા FSL અને RTOની પણ મદદ લેવામાં આવી છે.અકસ્માતમાં બે સગાભાઈઓના થયા હતા મોત જેમા દારૂ પીધેલી હાલતમાં નબીરાએ સર્જ્યો હતો અકસ્માત.યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં દારૂ પીને પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે.સંદેશ ન્યૂઝ સમક્ષ રફતારના રાક્ષસે માંગી હતી માફી સુરતમાં કારનો અકસ્માત કરી બે લોકોને મોતને ઘાટ ઉતારનાર કીર્તન ડાખરાની પોલીસે ધરપકડ કરી છે,અકસ્માતના 24 કલાક બાદ રફતારનો રાક્ષસ પકડાયો છે જેમાં સામે આવ્યું છે કે,કારની સ્પીડ 130 પ્રતિ કલાકની ઝડપે હતી જેમાં આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે.કારમાં સવારે 2 આરોપીઓ ઝડપાયા છે જયારે અન્ય બે આરોપીઓ હજી પણ પોલીસ પકડથી ફરાર છે.કારમાં બેઠેલી યુવતીને લસકાણા પોલીસે કરી ડિટેઈન તો યુવતીને મેડિકલ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે,નશો કર્યો છે કે નહીં તે બાદ પોલીસ કરશે કાર્યવાહી. 130 ની સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો અકસ્માત સર્જનાર નબીરો યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં આખો દિવસ દારૂ પાર્ટી કર્યા બાદ પરત ફરી રહયો હતો અને તો એક યુવક-યુવતી ઈલેક્ટ્રીક બાઈક પર પરત ફરતા હતા તે સમયે બંધ થઈ ગઈ હતી જેથી તેને આ નબીરો કારમાં લઈને ઘરે પરત ફરતો હતો અને અકસ્માત સર્જયો હતો,અકસ્માત સમયે કારમાં એક યુવતી સહિત ચાર જેટલા યુવાનો સવાર હતા જે પૈકી યુવતી અને બે યુવકો અકસ્માત બાદ ભાગી જવામાં સફળ થયા હતા.પોલીસ દ્વારા તપાસમાં કાર કીર્તન ડાખરા ચલાવતો હોવાની જાણ થઈ હતી.તમામ લોકો કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં ગયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં 2 લોકોનો જીવ લેનાર કીર્તિન ડાખરા સાતિર નીકળ્યો છે,પોલીસથી બચવા માટે અને દારૂ બ્લડમાં ના આવે તે માટે પોલીસ સમક્ષ મોડેથી હાજર થયો હતો તો ગઈકાલે 30 કલાક બાદ કીર્તિન ડાખરા પોલીસ સમક્ષ હાજર થયો છે,તો પોલીસે બ્લડ સાથે વાળના સેમ્પલ્સ પણ લીધા હોવાની વાત સામે આવી છે.
પોલીસે તપાસનો કર્યો ધમધમાટ
સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં કારની ગતિ જાણવા FSL અને RTOની પણ મદદ લેવામાં આવી છે.અકસ્માતમાં બે સગાભાઈઓના થયા હતા મોત જેમા દારૂ પીધેલી હાલતમાં નબીરાએ સર્જ્યો હતો અકસ્માત.યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં દારૂ પીને પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે.
સંદેશ ન્યૂઝ સમક્ષ રફતારના રાક્ષસે માંગી હતી માફી
સુરતમાં કારનો અકસ્માત કરી બે લોકોને મોતને ઘાટ ઉતારનાર કીર્તન ડાખરાની પોલીસે ધરપકડ કરી છે,અકસ્માતના 24 કલાક બાદ રફતારનો રાક્ષસ પકડાયો છે જેમાં સામે આવ્યું છે કે,કારની સ્પીડ 130 પ્રતિ કલાકની ઝડપે હતી જેમાં આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે.કારમાં સવારે 2 આરોપીઓ ઝડપાયા છે જયારે અન્ય બે આરોપીઓ હજી પણ પોલીસ પકડથી ફરાર છે.કારમાં બેઠેલી યુવતીને લસકાણા પોલીસે કરી ડિટેઈન તો યુવતીને મેડિકલ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે,નશો કર્યો છે કે નહીં તે બાદ પોલીસ કરશે કાર્યવાહી.
130 ની સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો
અકસ્માત સર્જનાર નબીરો યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં આખો દિવસ દારૂ પાર્ટી કર્યા બાદ પરત ફરી રહયો હતો અને તો એક યુવક-યુવતી ઈલેક્ટ્રીક બાઈક પર પરત ફરતા હતા તે સમયે બંધ થઈ ગઈ હતી જેથી તેને આ નબીરો કારમાં લઈને ઘરે પરત ફરતો હતો અને અકસ્માત સર્જયો હતો,અકસ્માત સમયે કારમાં એક યુવતી સહિત ચાર જેટલા યુવાનો સવાર હતા જે પૈકી યુવતી અને બે યુવકો અકસ્માત બાદ ભાગી જવામાં સફળ થયા હતા.પોલીસ દ્વારા તપાસમાં કાર કીર્તન ડાખરા ચલાવતો હોવાની જાણ થઈ હતી.તમામ લોકો કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં ગયા હતા.