Suratની શાંત સોસાયટીમાં પડદા પાછળ ચાલી રહ્યો હતો કયો કાળો કારોબાર? A.H.T.U ટીમના દરોડામાં મોટો ખુલાસો!

Sep 23, 2026 - 17:00
Suratની શાંત સોસાયટીમાં પડદા પાછળ ચાલી રહ્યો હતો કયો કાળો કારોબાર? A.H.T.U ટીમના દરોડામાં મોટો ખુલાસો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (A.H.T.U) ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં લાંબા સમયથી ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દેહ વ્યાપાર ચલાવતા મુખ્ય સંચાલક તેમજ એક ગ્રાહક સહિત કુલ બે વ્યક્તિઓની રંગેહાથ ધરપકડ કરી છે.

3 ભારતીય મહિલાઓ મુક્ત, રૂ.1.06 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે કૂટણખાના પર દરોડો પાડીને સ્થળ પરથી ત્રણ ભારતીય મહિલાઓને શોધી કાઢી હતી. આ મહિલાઓને આ કાળા કારોબારમાંથી મુક્ત કરાવીને તેમનું યોગ્ય કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને છોડવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,06,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુક્ત કરાયેલી મહિલાઓ આ ધંધામાં કઈ રીતે સપડાઈ હતી તે દિશામાં પણ પોલીસે પુછપરછ હાથ ધરી છે.

સંચાલક સામે ગુનો દાખલ, પોલીસની આગળની તપાસ શરૂ

સુરતની A.H.T.U ટીમે ગેરકાયદેસર દેહ વ્યાપાર ચલાવતા મુખ્ય સંચાલક વિરૂદ્ધ ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ (ITPA) સહિતની વિવિધ ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની ધાકધમકીભરી કાર્યવાહી હાથ ધરી છે. સંસ્કારી અને રહેણાંક સોસાયટીમાં જ કૂટણખાનું ધમધમતું હોવાથી સ્થાનિક રહીશોમાં પણ ભય અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. હાલ પોલીસે સંચાલકની અટકાયત કરી આ કાળી પ્રવૃત્તિમાં અન્ય કોઈ ઈસમોની સંડોવણી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Dahod News : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એક્શનમાં, FRC ફી અને RTE મુદ્દે કલેક્ટર-DEOને રજૂઆત!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0