Suratની SVNIT કોલેજમાં વિવાદ બાદ પરિપત્ર જાહેર, ઉજવણીમાં અમાનવીય વ્યવહાર પર પ્રતિબંધ
સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં બે દિવસ અગાઉ વાઈરલ થયેલા વિડીયો બાદ વધુ એક રેગીંગનો વિડીયો વાયરલ થયો હતો. જોકે આ વિડીયોને પણ સત્તાધીશોએ બર્થ ડે સેલિબ્રેશનની પરંપરા ગણાવી રેગીંગની ઘટનાને નકારી કાઢી છે.બે દિવસ અગાઉ એક વિદ્યાર્થીને પટ્ટાથી મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.જેમાં કોલેજના ડિને હવે પરિપત્ર બહાર પાડયો છે જેમાં વાત સામે આવી છે કે,કોલોજના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. રેગિંગને બર્થ-ડે ઉજવણીમાં ખપાવવાનો હતો પ્રયાસ સેલિબ્રેશનના નામે રેગિંગના બે વીડિયો વાયરલ થયા હતા અને ત્યારબાદ કોલેજના ડિનની પ્રતિક્રિયા સામે આવી છે તેમનું કહેવું છે કે,ભવિષ્યમાં આવું થશે તો વિદ્યાર્થીને LC આપીને કાઢી મૂકવામાં આવશે.મારનાર વિદ્યાર્થી અને માર ખાનાર વિદ્યાર્થીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું,તો બંને વિદ્યાર્થીઓ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા,અને નવા ટ્રેન્ડ પ્રમાણે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી સાથે સાથે વિદ્યાર્થીઓના માતા-પિતાને પણ બોલવામાં આવ્યા હતા અને વાલીઓએ આ બાબતને લઈને કોઈપણ પ્રકારની ફરિયાદ હતી નહીં.વિધાર્થીઓની લડાઈમાં કેમ્પસની પ્રતિષ્ઠા દાવ પર કેમ્પસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રથમ વિડીયોમાં દેખાઈ રહેલા બંને વિદ્યાર્થીઓ મિત્રો છે. જેમાં બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન આ વિડીયો લેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ આ ગ્રુપમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર બર્થ ડે સેલિબ્રેશનના વિડીયોની નાની નાની ક્લિપ બનાવીને વાયરલ કરવામાં આવી છે. આ વિડીયોમાં રેગીંગ થતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જેના કારણે ૨૦૧૬માં સેકસ્યુઅલ હેરેસમેન્ટની ઘટનાના ૮ વર્ષ બાદ ફરી એક વાર એસવીએનઆઈટીની પ્રતિષ્ઠા દાવ પર મુકાઈ છે. યુજીસીના આ 5 નિયમોનો સરેઆમ ઉલ્લંઘન થયું, તેમ છતાં સત્તાધીશો માટે એક પરંપરા 01- ફ્રેશર અથવા અન્ય કોઈ વિદ્યાર્થીને શબ્દો અથવા લેખિત અથવા કોઈ એક્ટ થકી ચીડવવું તેમજ દુવ્યવ્હાર કરવો તે પણ રેગીંગ જ ગણાય 02-જુનિયરો તેમજ વિદ્યાર્થીઓમાં રોફ જમાવવા માટે જુનિયર અથવા અન્ય વિદ્યાર્થીને ફીઝીકલ કે સાયકોલોજીકલ નુકશાન પહોંચાડવું 03-વિદ્યાર્થીને તેની મરજીની વિરુધ્ધ કામ કરાવવું. જેનાથી વિદ્યાર્થી શરમમાં મૂકાય હોય કે યાતના થઇ હોય તેમજ અકળામણ અનુભવતો હોય. 04-શારીરીક રીતે નુકશાન પહોંચાડવું, જેનાથી વિદ્યાર્થીની હેલ્થમાં તકલીફ પડી શકે તેમ હોય એ રેગિંગની વ્યાખ્યામાં આવે છે. 05-શાબ્દિક, મેઈલ, પોસ્ટ, તેમજ જાહેર અપમાનની કોઈ પ્રવૃત્તિ કરવી તેમજ તેમા સામેલ થવું પણ રેગિંગનો એક ભાગ છે. વિદ્યાર્થીને પીલર સાથે જકડીને પટ્ટાથી માર્યો હતો માર શુક્રવારે વાયરલ થયેલા વધુ એક વિડીયો બાસ્કેટ બોલ ગ્રાઉન્ડનો છે. જેમાં એક વિદ્યાર્થીને બાસ્કેચબોલના પીલર સાથે ઉભા રહેવા જણાવે છે. જ્યારે અન્ય વિદ્યાર્થી દ્વારા તે વિદ્યાર્થીના હાથ પકડીને જકડી રાખવામાં આવે છે. ત્યારબાદ રેગિંગ કરનારો વિદ્યાર્થી પિડીત વિદ્યાર્થીને બેરહમીથી બરડાના ભાગે પટ્ટાથી પાંચથી છ વખત પ્રહાર કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં બે દિવસ અગાઉ વાઈરલ થયેલા વિડીયો બાદ વધુ એક રેગીંગનો વિડીયો વાયરલ થયો હતો. જોકે આ વિડીયોને પણ સત્તાધીશોએ બર્થ ડે સેલિબ્રેશનની પરંપરા ગણાવી રેગીંગની ઘટનાને નકારી કાઢી છે.બે દિવસ અગાઉ એક વિદ્યાર્થીને પટ્ટાથી મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.જેમાં કોલેજના ડિને હવે પરિપત્ર બહાર પાડયો છે જેમાં વાત સામે આવી છે કે,કોલોજના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.
રેગિંગને બર્થ-ડે ઉજવણીમાં ખપાવવાનો હતો પ્રયાસ
સેલિબ્રેશનના નામે રેગિંગના બે વીડિયો વાયરલ થયા હતા અને ત્યારબાદ કોલેજના ડિનની પ્રતિક્રિયા સામે આવી છે તેમનું કહેવું છે કે,ભવિષ્યમાં આવું થશે તો વિદ્યાર્થીને LC આપીને કાઢી મૂકવામાં આવશે.મારનાર વિદ્યાર્થી અને માર ખાનાર વિદ્યાર્થીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું,તો બંને વિદ્યાર્થીઓ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા,અને નવા ટ્રેન્ડ પ્રમાણે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી સાથે સાથે વિદ્યાર્થીઓના માતા-પિતાને પણ બોલવામાં આવ્યા હતા અને વાલીઓએ આ બાબતને લઈને કોઈપણ પ્રકારની ફરિયાદ હતી નહીં.
વિધાર્થીઓની લડાઈમાં કેમ્પસની પ્રતિષ્ઠા દાવ પર
કેમ્પસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રથમ વિડીયોમાં દેખાઈ રહેલા બંને વિદ્યાર્થીઓ મિત્રો છે. જેમાં બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન આ વિડીયો લેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ આ ગ્રુપમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર બર્થ ડે સેલિબ્રેશનના વિડીયોની નાની નાની ક્લિપ બનાવીને વાયરલ કરવામાં આવી છે. આ વિડીયોમાં રેગીંગ થતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જેના કારણે ૨૦૧૬માં સેકસ્યુઅલ હેરેસમેન્ટની ઘટનાના ૮ વર્ષ બાદ ફરી એક વાર એસવીએનઆઈટીની પ્રતિષ્ઠા દાવ પર મુકાઈ છે.
યુજીસીના આ 5 નિયમોનો સરેઆમ ઉલ્લંઘન થયું, તેમ છતાં સત્તાધીશો માટે એક પરંપરા
01- ફ્રેશર અથવા અન્ય કોઈ વિદ્યાર્થીને શબ્દો અથવા લેખિત અથવા કોઈ એક્ટ થકી ચીડવવું તેમજ દુવ્યવ્હાર કરવો તે પણ રેગીંગ જ ગણાય
02-જુનિયરો તેમજ વિદ્યાર્થીઓમાં રોફ જમાવવા માટે જુનિયર અથવા અન્ય વિદ્યાર્થીને ફીઝીકલ કે સાયકોલોજીકલ નુકશાન પહોંચાડવું
03-વિદ્યાર્થીને તેની મરજીની વિરુધ્ધ કામ કરાવવું. જેનાથી વિદ્યાર્થી શરમમાં મૂકાય હોય કે યાતના થઇ હોય તેમજ અકળામણ અનુભવતો હોય.
04-શારીરીક રીતે નુકશાન પહોંચાડવું, જેનાથી વિદ્યાર્થીની હેલ્થમાં તકલીફ પડી શકે તેમ હોય એ રેગિંગની વ્યાખ્યામાં આવે છે.
05-શાબ્દિક, મેઈલ, પોસ્ટ, તેમજ જાહેર અપમાનની કોઈ પ્રવૃત્તિ કરવી તેમજ તેમા સામેલ થવું પણ રેગિંગનો એક ભાગ છે.
વિદ્યાર્થીને પીલર સાથે જકડીને પટ્ટાથી માર્યો હતો માર
શુક્રવારે વાયરલ થયેલા વધુ એક વિડીયો બાસ્કેટ બોલ ગ્રાઉન્ડનો છે. જેમાં એક વિદ્યાર્થીને બાસ્કેચબોલના પીલર સાથે ઉભા રહેવા જણાવે છે. જ્યારે અન્ય વિદ્યાર્થી દ્વારા તે વિદ્યાર્થીના હાથ પકડીને જકડી રાખવામાં આવે છે. ત્યારબાદ રેગિંગ કરનારો વિદ્યાર્થી પિડીત વિદ્યાર્થીને બેરહમીથી બરડાના ભાગે પટ્ટાથી પાંચથી છ વખત પ્રહાર કરે છે.