Suratના ભેસ્તાનમાં કમર સુધી પાણી ભરાયા, શહેરના અનેક રોડ પાણીમાં ગરકાવ થતા BRTS બસ સેવા ખોરવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં શહેરમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી વરસી રહેલા વરસાદના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના ભેસ્તાનમાં કમર સુધી પાણી ભરાયા છે. મેઇન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રોડ પર પાણી ભરાવાના કારણે BRTS બસ સેવા ખોરવાઇ છે. આખો દોઢ કિલોમીટર રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે.
ભેસ્તાનમાં કમર સુધી પાણી ભરાયા
સુરતના શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સચિન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીનો રોડ પાણીમાં ગરકાવ થયો છે. સતત વરસાદ વરસવાના કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. હજી સુધી પાણીનો નિકાલ નથી થયો અને SMC કર્મચારીઓ પહોંચ્યા પણ નથી.
સુરતના જુદાજુદા વિસ્તારોમાં વરસાદ
સુરતમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસવાના કારણે ઉધના લિંબાયત રેલ્વે ગરનાળું વરસાદી પાણીમાં ગરકાવ થયું હતું. ગરનાળું વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા ઘણા વર્ષોની સમસ્યા છે પરંતુ હાલ નથી, અહીંથી વાહન નાવડીઓની જેમ પસાર થઈ રહ્યા છે. અડાજણ, જહાંગીરપુરા, રાંદેરમાં વરસાદ જોવા મળ્યો છે તો કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસુમાં વરસાદ નોંધાયો છે. અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા, કાપોદ્રા, ઉંધના, ડિંડોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.
What's Your Reaction?






