Suratના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ, મોટી દુર્ઘટના ટળી

સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ ગયું છે.અજાણ્યા શખ્સો દ્રારા આ કાવતરૂ કર્યું હોય તેવી માહિતી હાલ સામે આવી રહી છે.ફીશ પ્લેટ ખોલી નાખીને ટ્રેક પર મૂકી દેવામાં આવી છે.ત્યારે રેલવે સુપ્રિટેન્ડેન્ટ દ્રારા હાલ ટ્રેન વ્યવહાર રોકવામાં આવ્યો હતો અને થોડાક કલાકોમાં તેને ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ કર્યુ કાવતરૂ સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ અજાણ્યા શખ્સો દ્રારા કરવામાં આવ્યો હતો.ત્યારે યુપી લાઈન ટ્રેકની ફિશ પ્લેટ અને કડીઓ કાઢી નાખવામાં આવી હતી.પરંતુ રેલવે ટ્રેકના કર્મચારીને આ બાબતની જાણ થતા તેમણે તરત જ ઘટના સ્થળે જઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.મહત્વનું એ છે કે,એ સમયે કોઈ ટ્રેન આવતી કે જતી ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.બીજી તરફ રેલવે પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી હતી. ટ્રેકની પ્લેટ કાઢી નાખી અજાણ્યા શખ્સો દ્રારા રેલવે ટ્રેકની ફિશ પ્લેટ કાઢીને પાટા પર આડી મૂકી દીધી હતી.રાત્રીના સમયે કોઈ દેખે નહી એ રીતે આ કારસ્તાન કરવામાં આવ્યું હતુ.પરંતુ રેલવે કર્મચારીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી,ટ્રેકની કાઢેલી પ્લેટ જ ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી.બોલ્ટ કાઢવામાં આવ્યા છે અને પછી પ્લેટને કાઢી નાખવામાં આવી છે.ત્યારે સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.ત્યારે કોણ આરોપીઓએ આવું કારસ્તાન કર્યુ છે તેને લઈ તે દિશામાં તપાસ હાથધરી છે. સમારકામ બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરાયો રેલવેના કર્મચારીઓ દ્રારા તાત્કાલિકમાં આ ટ્રેક ઉપર રેલ વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને સમારકામ કરવામાં આવ્યું હતુ.જે ટ્રેનો અટકાવી દીધી હતી તેને ફરીથી પૂર્વવત કરાઈ હતી.જે લાઈન પર આ કારસ્તાન કરવામાં આવ્યું છે તે લાઈન યુપી લાઈન છે એટલે કે યુપી તરફ જતી ટ્રેનો આ ટ્રેક પરથી જતી હતી.ત્યારે અગામી સમયમાં રેલવે વિભાગ કેટલા સમયમાં આરોપીઓને ઝડપી પાડશે તે જોવાનું રહ્યું.

Suratના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ, મોટી દુર્ઘટના ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ ગયું છે.અજાણ્યા શખ્સો દ્રારા આ કાવતરૂ કર્યું હોય તેવી માહિતી હાલ સામે આવી રહી છે.ફીશ પ્લેટ ખોલી નાખીને ટ્રેક પર મૂકી દેવામાં આવી છે.ત્યારે રેલવે સુપ્રિટેન્ડેન્ટ દ્રારા હાલ ટ્રેન વ્યવહાર રોકવામાં આવ્યો હતો અને થોડાક કલાકોમાં તેને ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો.

અજાણ્યા શખ્સોએ કર્યુ કાવતરૂ

સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ અજાણ્યા શખ્સો દ્રારા કરવામાં આવ્યો હતો.ત્યારે યુપી લાઈન ટ્રેકની ફિશ પ્લેટ અને કડીઓ કાઢી નાખવામાં આવી હતી.પરંતુ રેલવે ટ્રેકના કર્મચારીને આ બાબતની જાણ થતા તેમણે તરત જ ઘટના સ્થળે જઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.મહત્વનું એ છે કે,એ સમયે કોઈ ટ્રેન આવતી કે જતી ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.બીજી તરફ રેલવે પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી હતી.


ટ્રેકની પ્લેટ કાઢી નાખી

અજાણ્યા શખ્સો દ્રારા રેલવે ટ્રેકની ફિશ પ્લેટ કાઢીને પાટા પર આડી મૂકી દીધી હતી.રાત્રીના સમયે કોઈ દેખે નહી એ રીતે આ કારસ્તાન કરવામાં આવ્યું હતુ.પરંતુ રેલવે કર્મચારીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી,ટ્રેકની કાઢેલી પ્લેટ જ ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી.બોલ્ટ કાઢવામાં આવ્યા છે અને પછી પ્લેટને કાઢી નાખવામાં આવી છે.ત્યારે સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.ત્યારે કોણ આરોપીઓએ આવું કારસ્તાન કર્યુ છે તેને લઈ તે દિશામાં તપાસ હાથધરી છે.

સમારકામ બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરાયો

રેલવેના કર્મચારીઓ દ્રારા તાત્કાલિકમાં આ ટ્રેક ઉપર રેલ વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને સમારકામ કરવામાં આવ્યું હતુ.જે ટ્રેનો અટકાવી દીધી હતી તેને ફરીથી પૂર્વવત કરાઈ હતી.જે લાઈન પર આ કારસ્તાન કરવામાં આવ્યું છે તે લાઈન યુપી લાઈન છે એટલે કે યુપી તરફ જતી ટ્રેનો આ ટ્રેક પરથી જતી હતી.ત્યારે અગામી સમયમાં રેલવે વિભાગ કેટલા સમયમાં આરોપીઓને ઝડપી પાડશે તે જોવાનું રહ્યું.