Surat: હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ કહ્યું-"લેબગ્રોન ડાયમંડને કારણે..."
સુરત હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે. જેમાં હીરાની કેટલીક ફેક્ટરીઓ બંધ થતા 17 લાખ રત્નકલાકારો સંકટમાં મુકાયા હતા. આ મંદીના કારણે કેટલીક ફેક્ટરીઓમાં રત્નકલાકારોના પગારમાં 50 % કાપ મુકાયો હતો. જેને લઇ મોટા ભાગના રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે. ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે, હાલ વાત કરીયે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગ માં સતત ઘટાડો થતાં 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. દિવાળી બાદ નાના કારખાના હજી ખુલ્યા નથી, તો બીજી તરફ મોટા કારખાના પણ અન્ય જગ્યા પર નોકરી શોધો એવી વાતો કરી રહ્યા છે, અને આ તમામ ની વચ્ચે હવે રત્નકલાકારોને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો છે. મંદી વચ્ચે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું નિવેદન સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ યથાવત્ છે. હીરા ઉદ્યોગમાં મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ હોવાનું સામે આવ્યું છે. મંદી વચ્ચે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, લેબગ્રોન કિલોનાં ભાવે અને ટનબંધી વજનમાં વેચાશે.હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નિવેદનથી વિવાદ વકરવાની સંભાવના લાગી રહી છે. ગોવિંદ ધોળકિયા વિરૂદ્ધ હીરા ઉધોગમાં આંતરિક રોષ વ્યાપ્યો છે. લેબગ્રોન ડાયમંડ V/S રિયલ ડાયમંડનો માહોલ જોવા મળી રહ્યો છે. રીયલ ખરીદારો લેબગ્રોનનાં હીસાબે મૂંઝવણમાં મૂકાયા છે. લેબગ્રોન કે રીયલ ડાયમંડ લેવા તે અંગે 3 વર્ષથી મૂંઝવણ છે."હીરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડને કારણે છે"ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડને કારણે આવી છે. અત્યારે 2-3 વર્ષ થયા લેબગ્રોન ડાયમંડને હવે લોકોને દુધનું દુધ અને પાણીનું પાણી ખબર પડી છે. હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે. હવે પાર્થના કે હવે ફરી રિયલ ડાયમંડનું માર્કેટ એવુને એવું થઇ જાય... લેબગ્રોનની સ્થિતિ શું હશે? લેબગ્રોન માર્કેટમાં બોવ જ વધવાનું છે, કારણ કે, જ્યારે રિયલ ડાયમંડ દુનિયામાં અડધો કે એક ટકો વાપરતા હતા, આ લેબગ્રોન ડાયમંડ 10-20 કે 25 ટકા લોકો વાપરશે. આ લેબગ્રોન ડાયમંડનું બોવ જ મોટું માર્કેટ છે. આ દાગીનામાં જ નહીં પણ તમામમાં વપરાશે. આ લેબગ્રોન કિલોનાં ભાવે અને ટનબંધી વજનમાં વેચાશે. આ પરથી આ લેબગ્રોન ડાયમંડ અમને અને તમને ક્યારેય છોડશે નહીં... ધોળકિયાના નિવેદનથી વિવાદ વકરવાની સંભાવના લાગી રહી છે. ગોવિંદ ધોળકિયા વિરૂદ્ધ હીરા ઉધોગમાં આંતરિક રોષ વ્યાપ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છેગુજરાતમાં 17 લાખથી વધુ કર્મચારી હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી ભાયન્કર મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકો ની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો - હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે. જેમાં હીરાની કેટલીક ફેક્ટરીઓ બંધ થતા 17 લાખ રત્નકલાકારો સંકટમાં મુકાયા હતા. આ મંદીના કારણે કેટલીક ફેક્ટરીઓમાં રત્નકલાકારોના પગારમાં 50 % કાપ મુકાયો હતો. જેને લઇ મોટા ભાગના રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે.
ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે, હાલ વાત કરીયે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગ માં સતત ઘટાડો થતાં 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. દિવાળી બાદ નાના કારખાના હજી ખુલ્યા નથી, તો બીજી તરફ મોટા કારખાના પણ અન્ય જગ્યા પર નોકરી શોધો એવી વાતો કરી રહ્યા છે, અને આ તમામ ની વચ્ચે હવે રત્નકલાકારોને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો છે.
મંદી વચ્ચે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું નિવેદન
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ યથાવત્ છે. હીરા ઉદ્યોગમાં મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ હોવાનું સામે આવ્યું છે. મંદી વચ્ચે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, લેબગ્રોન કિલોનાં ભાવે અને ટનબંધી વજનમાં વેચાશે.હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નિવેદનથી વિવાદ વકરવાની સંભાવના લાગી રહી છે. ગોવિંદ ધોળકિયા વિરૂદ્ધ હીરા ઉધોગમાં આંતરિક રોષ વ્યાપ્યો છે. લેબગ્રોન ડાયમંડ V/S રિયલ ડાયમંડનો માહોલ જોવા મળી રહ્યો છે. રીયલ ખરીદારો લેબગ્રોનનાં હીસાબે મૂંઝવણમાં મૂકાયા છે. લેબગ્રોન કે રીયલ ડાયમંડ લેવા તે અંગે 3 વર્ષથી મૂંઝવણ છે.
"હીરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડને કારણે છે"
ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડને કારણે આવી છે. અત્યારે 2-3 વર્ષ થયા લેબગ્રોન ડાયમંડને હવે લોકોને દુધનું દુધ અને પાણીનું પાણી ખબર પડી છે. હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે. હવે પાર્થના કે હવે ફરી રિયલ ડાયમંડનું માર્કેટ એવુને એવું થઇ જાય... લેબગ્રોનની સ્થિતિ શું હશે? લેબગ્રોન માર્કેટમાં બોવ જ વધવાનું છે, કારણ કે, જ્યારે રિયલ ડાયમંડ દુનિયામાં અડધો કે એક ટકો વાપરતા હતા, આ લેબગ્રોન ડાયમંડ 10-20 કે 25 ટકા લોકો વાપરશે. આ લેબગ્રોન ડાયમંડનું બોવ જ મોટું માર્કેટ છે. આ દાગીનામાં જ નહીં પણ તમામમાં વપરાશે. આ લેબગ્રોન કિલોનાં ભાવે અને ટનબંધી વજનમાં વેચાશે. આ પરથી આ લેબગ્રોન ડાયમંડ અમને અને તમને ક્યારેય છોડશે નહીં... ધોળકિયાના નિવેદનથી વિવાદ વકરવાની સંભાવના લાગી રહી છે. ગોવિંદ ધોળકિયા વિરૂદ્ધ હીરા ઉધોગમાં આંતરિક રોષ વ્યાપ્યો હોય તેવું લાગી રહ્યું છે.
સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે
ગુજરાતમાં 17 લાખથી વધુ કર્મચારી હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી ભાયન્કર મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકો ની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો - હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે.