Surat: સસ્તુ સોનું વેચવાના 87 લાખની ઠગાઈના કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો

Jun 9, 2025 - 17:30
Surat: સસ્તુ સોનું વેચવાના 87 લાખની ઠગાઈના કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં સસ્તુ સોનું ખરીદવાની લાલચમાં રાજકોટમાં એક મહિલા ડોક્ટરે જીવ ગુમાવ્યો હતો. હવે સુરતમાં સસ્તુ સોનું વેચવાના નામે છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. શહેરમાં સસ્તા સોનાના વેચાણના નામે 87 લાખની ઠગાઈના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. વરાછા પોલીસે રાહુલ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 16 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યાં છે.

87 લાખની છેતરપિંડીના કેસમાં વધુ એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં સસ્તુ સોનું વેચવાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો છે. વરછા પોલીસે રાહુલ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 16 લાખ કબજે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી શહેરમાં નકલી આંગડિયા પેઢી શરૂ કરીને રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. રૂપિયા મળ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતાં.

નકલી આંગડિયા પેઢી શરૂ કરી રૂપિયા પડાવ્યા હતા

પોલીસે આ છેતરપિંડીના ગુનામાં કૂલ 9 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ વરાછા ખાતે નકલી આંગડિયા પેઢી શરૂ કરીને રૂપિયા પડાવ્યા હતાં. લોકોની ફરિયાદો બાદ પોલીસ આરોપીઓને પકડવા માટે એક્શનમાં આવી હતી. પોલીસની તપાસમાં રાહુલ મકવાણા નામના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 16 લાખ રૂપિયા કબજે લઈને વધુ પુછપરછ શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0