Surat: વેસુમાં પત્ની સાથેના વિવાદમાં પિતાએ જ માસૂમ પુત્રનું અપહરણ કરાવ્યું, પરિવાર ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો

Aug 2, 2026 - 17:00
Surat: વેસુમાં પત્ની સાથેના વિવાદમાં પિતાએ જ માસૂમ પુત્રનું અપહરણ કરાવ્યું, પરિવાર ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના હાઇપ્રોફાઇલ વેસુ વિસ્તારમાં પવિત્ર પિતા-પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. પતિ-પત્ની વચ્ચે ચાલતા ગૃહકંલેશ અને પારિવારિક વિવાદનો કરુણ અંજામ માસૂમ બાળકે ભોગવવો પડ્યો છે. પત્ની સાથે અવારનવાર થતા ઝઘડાઓથી કંટાળીને અથવા પત્નીને માનસિક ત્રાસ આપવાના ઇરાદાથી પતિ ઈશાન પટેલે પોતાના જ માસૂમ પુત્ર 'અર્થવ'નું અપહરણ કરી લીધું છે.

 પિતા-પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના 

ઘટનાની વિગત મુજબ, પત્ની સાથે વિવાદ વ્યાપક બનતાં પતિ ઈશાન પટેલે પોતાના પરિવાર સાથે મળીને બાળકને માતાથી અલગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. બાળક અર્થવનું અપહરણ કર્યા બાદ પિતા, દાદા અને દાદી રાતોરાત અદ્રશ્ય થઈ ગયા હતા.

બાળકના સહીસલામત રેસ્ક્યૂ માટે પોલીસની દોડધામ

પુત્ર અર્થવ અચાનક ગાયબ થઈ જતાં અને પતિ તેમજ સાસરિયાઓનો કોઈ સંપર્ક ન થતાં પીડિત માતાએ તાત્કાલિક વેસુ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પીડિત પત્નીની ફરિયાદના આધારે પતિ ઈશાન પટેલ, સસરા દુષ્યંતભાઈ પટેલ અને સાસુ રોહિણીબેન પટેલ વિરુદ્ધ અપહરણ અને ગુનાહિત ષડયંત્રનો ગુનો નોંધ્યો છે.પોલીસની તપાસ અને સ્થિતિ

ઘટના બાદ આરોપી પિતા, દાદા અને દાદી પોતાના તમામ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વેસુ પોલીસે આ મામલે અત્યંત ગંભીરતા દાખવી છે. માસૂમ અર્થવને કોઈ નુકસાન ન પહોંચે અને તેને હેમખેમ માતા પાસે પરત લાવી શકાય તે માટે સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા શહેરમાંથી બહાર જતાં માર્ગો અને સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી ભૂગર્ભમાં ઉતરેલા આરોપી ઈશાન પટેલ અને તેના માતા-પિતાનું લોકેશન ટ્રેસ કરી શકાય.

આ પણ વાંચો: Vadodara: માત્રોજ ગામે ભૂખીકાસ નદીમાં પૂર, 10 ઘરોમાં પાણી ઘૂસ્યા બાદ જળસ્તર ઘટતાં સ્થિતિ નિયંત્રણમાં

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0