Surat: વિદ્યાર્થીઓને લક્ઝુરિયસ કારમાં રોલો પાડવો ભારે પડ્યો, 12 કાર કરાઈ ડિટેઈન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની ફાઉન્ટન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓને મોંઘી ગાડીઓ લઈને રોલો પાડવો ભારે પડ્યો છે. સીનસપાટા કરનારા વિદ્યાર્થીઓ સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી છે અને 12 જેટલી લક્ઝુરિયસ કારને ડિટેઈન કરી લીધી છે. જ્યારે 9 જેટલી કાર આઉટ ઓફ ટાઉન થઈ ગઈ છે.
ફાઉન્ટન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓ નીકળ્યા હતા કારમાં
તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ લક્ઝુરીયસ ફોર વ્હીલ કારમાં કાફલો કાઢીને નીકળ્યા હતા. ત્યારે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સુરત શહેર પોલીસ એક્શનમાં આવી અને પાલ, જહાંગીરપુરા અને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મોટા ઘરના નબીરાઓ દ્વારા આ સીનસપાટો જાહેર રોડ પર કરવામાં આવ્યો હતો અને હવે સીનસપાટાના પરિણામ વાલીઓએ ભોગવવાનો વારો આવ્યો છે.
વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની થશે તપાસ
ઉલ્લેખનીય છે કે કૂલ 26 ગાડીઓનો કાફલો નીકળ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની પણ પોલીસ તપાસ કરશે અને તપાસના અંતે જરૂર જણાશે તો ગુનો નોંધવામાં આવશે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી હાલ પૂરતી કાર ડીટેઈન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 26 કારના કાફલા સાથે વિદ્યાર્થીઓએ સીનસપાટા કર્યા હતા અને હાથમાં ફાયર ગન સાથે શો બાજી કરી હતી. આ સાથે જ સીનસપાટા માટે ડ્રોન કેમેરાથી વીડિયો પણ બનાવ્યો હતો.
What's Your Reaction?






