Surat: લોનના બહાને છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું, સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગને દબોચ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં લોન અપાવવાના બહાને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં ધમધમતા આ ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે એક મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.
પ્રોસેસિંગ ફીના નામે ખેલ
ઝડપાયેલો ઠગબાજ પ્રવીણ ચૌહાણ અને તેનો સાથીદાર લોનની જરૂરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ લોકોને સસ્તી અને સરળ લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લેતા હતા. એકવાર અરજદાર ફસાઈ જાય એટલે 'પ્રોસેસિંગ ફી' અને અન્ય ચાર્જના નામે હજારો રૂપિયા પડાવી લેતા હતા. રૂપિયા મળ્યા બાદ તેઓ લોન આપવાના બદલે સંપર્ક કાપી નાખતા હતા.
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ
સુરત સાયબર ક્રાઇમ પોલીસને મળેલી બાતમીના આધારે પર્વત પાટિયા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મુખ્ય આરોપી પ્રવીણ ચૌહાણની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલ નમન ચૌહાણ નામનો અન્ય એક શખસ હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન, સિમકાર્ડ અને લેપટોપ સહિત કુલ રૂ. 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: Gir Somnath: તાલાલા પંથકમાંબે સગીર બહેનો પર દુષ્કર્મ, પોલીસે જંગલમાંથી આરોપીઓને દબોચ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

