Surat: ભ્રષ્ટાચારીઓને શોધીને ઘરે બેસાડવામાં લાગી સરકાર...વધુ એક સરકારી બાબુને ઘરે બેસાડ્યો

સુરતમાં વધુ એક સરકારી બાબુને ફરજિયાત નિવૃત કરાયાટાઉન પ્લાનર વર્ગ તરીકે ફરજ બજાવતા કે.એલ ભોયાકે.એલ ભોયાની નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશેકોઈ પણ કામ કરવાનું હોય, કટકી વિના થતું નથી એવું આપણે સાંભળ્યું છે અને ઘણી વાર અનુભવ્યું પણ છે. કામ જલદી પતાવવા ક્યારેક આપણે પણ અજાણપણે ભ્રષ્ટ વ્યવસ્થામાં આપણો ફાળો આપ્યો જ હશે. આવી નાની-નાની રકમની લાંચ મળીને વિશ્વની ઇકૉનૉમી પર બહુ મોટું ભારણ ઊભું થાય છે કેમ કે ભ્રષ્ટાચારનો વ્યાપ વિશ્વભરમાં છે. તેવામાં ભષ્ટ્રાચારઓને શોધીને ઘરે બેસાડવામાં રાજ્ય સરકાર હવે મેદાનમાં ઉતરીને હવે તાતકાલીક ધોરણે ઘર ભેગા કરવા માટે એક્શન લેવામાં આવી રહી છે.સત્તાનો દૂર ઉપયોગ ક્યાં સુધી?રાજ્યમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ પર હવે રાજ્ય સરકારે બુલ્ડોઝર ફેરવ્યું છે. અનેક સરકારી બાબુઓ સામે રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે. કોઇ ભ્રષ્ટ્રાચારમાં તો કોઇ લાંચમાં તો કોઇ જમીન પચાવવા જેવા અનેક બાબતોમાં સંડોવાયેલા તમામ સરકારી બાબુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્ય સરકારે હવે સીધી કમન પોતાના હાથમાં લઇને પાયાના નાનામાં નાના કચેરીથી લઇ મહાનગરપાલીકા સુધીમાં હવે રાજ્ય સરકારે લાલાઆંખ કરી છે.રાજ્યમાં ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ, છેતરિંપડી, ખંડણી, ગોટાળા અને કૌભાંડો એ તમામ બાબતો નાણાકીય લાભ સાથે સંકળાયેલા અનેક ગુનાઓમાં ભષ્ટ્રાચારીઓ પોતાનો ફાયદો જોઇને છેડછાડ કરતા હોય છે. જેને લઇ રાજ્ય સરકાર હવે આક્રમક મુડમાં આવી ગઇ છે. પાલિકાથી લઇ મહાનગરોના કોર્પોરેશનોમાં આવા ભ્રષ્ટાચાર બાબુઓ ઘૂસી ગયા છે તેવાને હવે હકાલ પટ્ટી કરવા માટે સરકાર વધું આક્રમક રીતે કામ કરવામાં આવી રહ્યું છે.સુરતમાં વધુ એક સરકારી કર્મચારીને ફરજિયાત નિવૃત સુરતમાં વધુ એક સરકારી કર્મચારીને ફરજિયાત નિવૃત કરાયા છે. ટાઉન પ્લાનર વર્ગ એક તરીકે ફરજ બજાવતા કે.એલ ભોયાને તાતકાલિક અસરથી ફરજિયાત નિવૃત કરાયા છે. આ સાથે નિવૃત્તિ પછી પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ટાઉન પ્લાનર, વર્ગ-1ના અધિકારીને તાત્કાલિક અસરથી નિવૃત્ત કરવામાં આવ્યા છે. 31મી ઑગસ્ટ, 2024ની બપોર બાદ અને તેને તેના પગાર અને ભથ્થાં સાથે ઘર ભેગા કરવામાં આવ્યા છે. પણ હા વધુમાં આ તમામ ઘર ભેગા કરવામાં આવેલાની તપાસ હવે યુદ્ધના ધરણે કરવામાં આવશે. અને જો ગુનાહિત પ્રવૃતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Surat: ભ્રષ્ટાચારીઓને શોધીને ઘરે બેસાડવામાં લાગી સરકાર...વધુ એક સરકારી બાબુને ઘરે બેસાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં વધુ એક સરકારી બાબુને ફરજિયાત નિવૃત કરાયા
  • ટાઉન પ્લાનર વર્ગ તરીકે ફરજ બજાવતા કે.એલ ભોયા
  • કે.એલ ભોયાની નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે

કોઈ પણ કામ કરવાનું હોય, કટકી વિના થતું નથી એવું આપણે સાંભળ્યું છે અને ઘણી વાર અનુભવ્યું પણ છે. કામ જલદી પતાવવા ક્યારેક આપણે પણ અજાણપણે ભ્રષ્ટ વ્યવસ્થામાં આપણો ફાળો આપ્યો જ હશે. આવી નાની-નાની રકમની લાંચ મળીને વિશ્વની ઇકૉનૉમી પર બહુ મોટું ભારણ ઊભું થાય છે કેમ કે ભ્રષ્ટાચારનો વ્યાપ વિશ્વભરમાં છે. તેવામાં ભષ્ટ્રાચારઓને શોધીને ઘરે બેસાડવામાં રાજ્ય સરકાર હવે મેદાનમાં ઉતરીને હવે તાતકાલીક ધોરણે ઘર ભેગા કરવા માટે એક્શન લેવામાં આવી રહી છે.

સત્તાનો દૂર ઉપયોગ ક્યાં સુધી?

રાજ્યમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ પર હવે રાજ્ય સરકારે બુલ્ડોઝર ફેરવ્યું છે. અનેક સરકારી બાબુઓ સામે રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે. કોઇ ભ્રષ્ટ્રાચારમાં તો કોઇ લાંચમાં તો કોઇ જમીન પચાવવા જેવા અનેક બાબતોમાં સંડોવાયેલા તમામ સરકારી બાબુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્ય સરકારે હવે સીધી કમન પોતાના હાથમાં લઇને પાયાના નાનામાં નાના કચેરીથી લઇ મહાનગરપાલીકા સુધીમાં હવે રાજ્ય સરકારે લાલાઆંખ કરી છે.


રાજ્યમાં ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ, છેતરિંપડી, ખંડણી, ગોટાળા અને કૌભાંડો એ તમામ બાબતો નાણાકીય લાભ સાથે સંકળાયેલા અનેક ગુનાઓમાં ભષ્ટ્રાચારીઓ પોતાનો ફાયદો જોઇને છેડછાડ કરતા હોય છે. જેને લઇ રાજ્ય સરકાર હવે આક્રમક મુડમાં આવી ગઇ છે. પાલિકાથી લઇ મહાનગરોના કોર્પોરેશનોમાં આવા ભ્રષ્ટાચાર બાબુઓ ઘૂસી ગયા છે તેવાને હવે હકાલ પટ્ટી કરવા માટે સરકાર વધું આક્રમક રીતે કામ કરવામાં આવી રહ્યું છે.

સુરતમાં વધુ એક સરકારી કર્મચારીને ફરજિયાત નિવૃત 

સુરતમાં વધુ એક સરકારી કર્મચારીને ફરજિયાત નિવૃત કરાયા છે. ટાઉન પ્લાનર વર્ગ એક તરીકે ફરજ બજાવતા કે.એલ ભોયાને તાતકાલિક અસરથી ફરજિયાત નિવૃત કરાયા છે. આ સાથે નિવૃત્તિ પછી પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ટાઉન પ્લાનર, વર્ગ-1ના અધિકારીને તાત્કાલિક અસરથી નિવૃત્ત કરવામાં આવ્યા છે. 31મી ઑગસ્ટ, 2024ની બપોર બાદ અને તેને તેના પગાર અને ભથ્થાં સાથે ઘર ભેગા કરવામાં આવ્યા છે. પણ હા વધુમાં આ તમામ ઘર ભેગા કરવામાં આવેલાની તપાસ હવે યુદ્ધના ધરણે કરવામાં આવશે. અને જો ગુનાહિત પ્રવૃતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.