Surat: દિવાળી મનાવવા વતન ગયેલા પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા; 4 દિવસમાં 3 ચોરીથી પોલીસ સામે સવાલો

Nov 10, 2026 - 13:30
Surat: દિવાળી મનાવવા વતન ગયેલા પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા; 4 દિવસમાં 3 ચોરીથી પોલીસ સામે સવાલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી પર્વના મીની વેકેશનમાં પોતાના વતન ગયેલા પરિવારોના બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવી રહ્યા હોવાની ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા એક રહેણાંક એપાર્ટમેન્ટમાં તસ્કરોએ હાથફેરો કરી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. ભેસ્તાન સ્થિત શ્રી વિનાયક રેસીડેન્સીમાં રહેતો એક પરિવાર દિવાળીનો તહેવાર મનાવવા માટે પોતાના વતન ગયો હતો, તે દરમિયાન મોકો જોઈને રાત્રિના સુમારે ત્રાટકેલા બે તસ્કરોએ મકાન નંબર 6 નો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર કરતૂત સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

નકૂચો તોડી ઘરમાં ઘૂસ્યા, 4 દિવસમાં 3 ચોરીથી રહીશોમાં રોષ

શ્રી વિનાયક રેસીડેન્સીમાં રાત્રિ દરમિયાન બે અજાણ્યા તસ્કરો પ્રવેશતા સ્પષ્ટ નજરે પડ્યા હતા. તસ્કરોએ સાધન વડે દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી-કબાટના તાળાં તોડી કિંમતી ઘરેણાં અને રોકડ રકમ ચોરી લીધી હતી.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ જ સોસાયટીમાં છેલ્લા માત્ર ચાર દિવસની અંદર આ ત્રીજી ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરો કોઈ પણ ડર વગર સતત ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે ભય અને અસલામતીનો માહોલ ફેલાયો છે. તહેવારોના દિવસોમાં પોલીસ કમિશનર દ્વારા બંધ મકાનોની સુરક્ષા માટે ખાસ પેટ્રોલિંગના આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, ભેસ્તાન પંથકમાં ઉપરાઉપરી ચોરીના બનાવો બનતાં સ્થાનિક પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સીસીટીવી ફૂટેજના આધારે કવાયત તેજ

બનાવની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી સોસાયટીના સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે. ફૂટેજમાં દેખાતા બે શકમંદ તસ્કરોના ચહેરા અને હિલચાલના આધારે તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલન યોજાયું, દિગ્ગજ નેતાઓ અને હજારો કાર્યકર્તાઓ પહોંચ્યા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0