Surat: તાપી નદીમાં કૂદકો મારી ફરાર થયેલો આરોપી ત્રણ કલાક બાદ પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં પોલીસ આરોપીને કોઝવે ખાતે આવેલા પાળા પરથી લઈ જતી હતી. આ દરમિયાન તકનો લાભ લઈને આરોપી પાળા પરથી તાપી નદીમાં કૂદી ગયો હતો. નદીમાં કૂદીને તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. આ ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેથી ફાયર સ્ટેશનની બે ગાડીઓ અને ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. તાપી નદીમાં ફાયર વિભાગની એક બોટ અને સ્થાનિક લોકોની બે બોટ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી હતી. આખરે પોલીસે આરોપીને ત્રણ કલાકની જહેમત બાદ પકડી પાડ્યો હતો.
આરોપીને પકડવા માટે પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસ જાપ્તામાંથી તકનો લાભ લઈને એક આરોપી તાપી નદીમાં કૂદી ગયો હતો અને તેને પકડવા માટે પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર અને પોલીસની ટીમે નદીમાં જઈને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આરોપી સિંગણપોરથી રાંદેર કોઝવે પરથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાંદેર કોઝવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવી હતી.પોલીસને જોઈ આરોપીએ મોટરસાયકલ મૂકી તાપી નદીમાં કૂદકો માર્યો હતો.
ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો આરોપી
આરોપી તાપી નદી પર આવેલા બેટના ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફાયર બ્રિગેડને સાથે રાખી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.ઝાડી ઝાંખરા તથા ખાડા ટેકરાની સાથે કાદવ કીચડ હોવાથી આરોપીને શોધવામાં મુશ્કેલીઓ પડી હતી. પોલીસે ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કર્યું હતું.અઢી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાથી આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરૂભાઇ સરવૈયાની ધરપકડ કરી હતી. આરોપી અમરોલીમાં થયેલી ચોરીનો શકમંદ છે.
What's Your Reaction?






