Surat : જાણીતા ઉદ્યોગપતિના જન્મદિની પાર્ટીમાં દારુ પીરસાયો અને પોલીસ ત્રાટકી, દારુની મહેફિલ પકડાતા ખળભળાટ

Oct 17, 2025 - 16:00
Surat : જાણીતા ઉદ્યોગપતિના જન્મદિની પાર્ટીમાં દારુ પીરસાયો અને પોલીસ ત્રાટકી, દારુની મહેફિલ પકડાતા ખળભળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં દિવાળી ટાણે હાઇ પ્રોફાઇલ દારુની મહેફિલ પર પોલીસે દરોડો પાડતા ખળભળાટ મચી ગયો છે. મળેલી માહિતી મુજબ સુરતના અલથાણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી દારૂ પાર્ટી ઝડપાઇ છે.

 સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂ પીરસાતો હતો

મળેલી જાણકારી મુજબ પોલીસ સાથે સંકળાયેલા અને લાઈઝનિંગનું કામ કરતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂ પીરસાતો હતો અને ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો

 કે એસ અવતરણ હોટલમાં દારુની મહેફિલ

સુરતના અલથાણ ખાતે આવેલ કે એસ અવતરણ હોટલમાં દારુની મહેફિલ ચાલુ હતી ત્યારે જ પોલીસ ત્રાટકતા લોકોના હોશકોશ ઉડી ગયા હતા. આ પાર્ટીમાં મોટા બિઝનેસમેનો અને બિઝનેસ સાથે સંકળાયેલો ઘણા નામાંકિત લોકો હાજર હોવાથી પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી.  સમીર શાહના પુત્રએ પોલીસ સાથે મગજમારી કરી

જ્યારે પોલીસ દારુની મહેફિલ પર ત્રાટકી ત્યારે સમીર શાહના પુત્રએ પોલીસ સાથે મગજમારી કરી હતી અને ઝપાઝપી પણ કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સમીર શાહના પુત્રને છોડી દીધો

સરકારી કામકાજમાં રુકાવટ કરનારા સમીર શાહના પુત્રને પોલીસે તે સમયે અટકાયતમાં લીધો હતો પણ ત્યાર બાદ તેને છોડી દેવાયો હતો. જો કે કારણોસર તેને છોડી દેવામાં આવ્યો તે હજુ સુધી સામે આવ્યું નથી.  પોલીસે દારૂ ભરેલી બલેનો કાર અને હોટલના ડીવીઆર જપ્ત કર્યા

 પોલીસે દારૂ ભરેલી બલેનો કાર અને હોટલના ડીવીઆર જપ્ત કર્યા હતા . આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ક્યા મોટા માથા પકડાયા છે તેની માહિતી થોડા સમયમાં બહાર આવશે.અહીં દારુ પાર્ટી ચાલતી હતી તે ખબર નથી

ડીસીપી નિધી ઠાકુરે જણાવ્યું હતું કે બલેનો કારમાં દારુ પડેલો છે તેવી બાતમી મળતા પોલીસ પહોંચી હતી અને પોલીસે દારુ બલેનોમાંથી 1350ની બિયરની 9 બોટલ મળીને 3 લાખ ઉપરાંતનો દારુ પકડ્યો છે. વીડીયો સામે આવ્યા કે સમીર શાહની બર્થ ડે હતી અને તેમના પુત્ર જનમે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. અહીં દારુ પાર્ટી ચાલતી હતી તે ખબર નથી. વ્રજ શાહ સામે કાર્યવાહી કરાઇ રહી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0