Surat: ગોડાદરામાં ટેક્સટાઇલ વેપારીનું સ્કોર્પિયોમાં અપહરણ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 5 શખ્સોને દબોચ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ગોડાદરા વિસ્તારમાં વેપારીઓ વચ્ચેની આર્થિક લેતીદેતીએ હિંસક વળાંક લીધો છે. ટેક્સટાઇલ પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલા એક વેપારીનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે, સુરત પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી ડીંડોલી વિસ્તારમાંથી વેપારીને હેમખેમ મુક્ત કરાવી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
વેપારીનું સ્કોર્પિયો કારમાં અપહરણ
મળતી માહિતી મુજબ, ફરિયાદી દીવાકર તિવારી અને મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ બંને ટેક્સટાઇલ પેકેજિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ધંધામાં લાંબા સમયથી રૂપિયાની લેતીદેતી બાબતે બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. આ વિવાદનો ઉકેલ લાવવાને બદલે આરોપી પિયુષ અગ્રવાલે પોતાના સાગરીતો સાથે મળીને ગોડાદરા વિસ્તારમાંથી દીવાકર તિવારીનું સફેદ રંગની સ્કોર્પિયો કારમાં અપહરણ કર્યું હતું.
પોલીસનું ક્વિક એક્શન
અપહરણની જાણ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી હતી. કંટ્રોલ રૂમને મેસેજ આપી શહેરભરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે ડીંડોલીના મધુરમ સર્કલ પાસે શંકાસ્પદ સ્કોર્પિયોને આંતરી હતી. પોલીસે વેપારી દીવાકર તિવારીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા.આરોપીઓની ધરપકડ
પોલીસે આ મામલે મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ સહિત કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ અપહરણ, ધાકધમકી અને ગુનાહિત કાવતરું રચવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Surat: ઉધનામાં યુવકને બેફામ માર મારી 23 હજારની લૂંટ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

