Surat : ખનિજ માફિયાઓ પર ભૂસ્તર વિભાગનો સપાટો, રોયલ્ટી વગરની રેતી ભરેલી 8 ટ્રકો ઝડપાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને વહન કરતા તત્વો સામે ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી છે. સુરત ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમે એક મોટી કાર્યવાહી કરતા કામરેજ તાલુકામાંથી ગેરકાયદેસર રેતી ભરીને જતા વાહનો પર ત્રાટકીને મોટો સપાટો બોલાવ્યો છે. વિભાગ દ્વારા અલગ-અલગ જગ્યાએથી રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરી રહેલી કુલ 8 જેટલી ટ્રકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માન્ય રોયલ્ટી પાસ કે દસ્તાવેજો મળી આવ્યા ન હતા
મળતી વિગતો અનુસાર, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામેથી રેતી ભરેલી ટ્રકો રોયલ્ટી ચોરી કરીને પસાર થવાની હોવાની ચોક્કસ બાતમી ભૂસ્તર વિભાગને મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે વાવ ગામ નજીક વોચ ગોઠવીને ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી 8 જેટલી શંકાસ્પદ ટ્રકોને અટકાવીને તેમના રોયલ્ટી પાસની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ટ્રકો પાસે કોઈ પણ પ્રકારના માન્ય રોયલ્ટી પાસ કે દસ્તાવેજો મળી આવ્યા ન હતા.
તમામ 8 વાહનોને સ્થળ પર જ ડિટેઈન કરી લીધા
ભૂસ્તર વિભાગે રોયલ્ટી વગર ગેરકાયદેસર રેતી ભરીને જતા તમામ 8 વાહનોને સ્થળ પર જ ડિટેઈન કરી લીધા હતા. આ સમગ્ર રેડ દરમિયાન વિભાગ દ્વારા અંદાજે 80 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રેતીના જથ્થા સહિત ભારે માલવાહક ટ્રકોનો સમાવેશ થાય છે. ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ
તંત્રની આ અચાનક થયેલી સપાટાધારી કાર્યવાહીને પગલે સુરત જિલ્લાના તાપી નદીના પટમાં અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરતા ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.
આ પણ વાંચો---- UNSCમાં ભારતે પાકિસ્તાનને બરાબર ધોયું, કહ્યું, પાકિસ્તાનનો ઈતિહાસ નરસંહારથી ખરડાયેલો..
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

