Surat: કાપડ વેપારીઓને છેતરતો કુખ્યાત રમેશ હિસોરીયા પોલીસના સકંજામાં

53.80 લાખના ઉઠમણામાં પડદા પાછળના ખેલાડી તરીકે રમેશનું નામ બહાર આવ્યું13 વેપારીઓ દ્વારા માલ ખરીદી ઉઠમણું કરવામાં આવ્યાની ચકચારી ફરિયાદ નોંધાઈ હતી રિશી શાહ, સંદીપ, પન્નાલાલને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા સુરતમાં રિંગ રોડની કાપડ માર્કેટમાં ડમી વેપારી બેસાડી ઉઠમણું કરી વીવર્સ અને વેપારીઓને છેતરતો કુખ્યાત રમેશ ઉર્ફે સીતારામ ધનજી હિસોરીયાને પોલીસે ઝડપી લીધો છે. ગત મે મહિનામાં કોહિનૂર માર્કેટ, સ્વદેશી માર્કેટ અને ન્યૂ આદર્શ માર્કેટમાં થયેલા 53.80 લાખના ઉઠમણામાં પડદા પાછળના ખેલાડી તરીકે નામ બહાર આવતાં રમેશ વોન્ટેડ હતો, જેને પોલીસે ઝડપી લીધો છે.13 વેપારીઓ દ્વારા ફરિયાદ નોંધાઈ પોલીસ દ્વારા જણાવ્યા મુજબ ગત ત્રીજી મેએ સલાબતપુરા પોલીસ મથકે વીવર્સ મોરચો લઈને આવ્યા હતા. સ્વદેશી ટેક્સ્ટાઈલ માર્કેટમાં વિનાયક ફેશનના પન્નાલાલ પ્રજાપતિ, અલંકીત શરાફ,માતાદી સિલ્ક મિલ્સના રિશી શાહ, સંદીપ જૈન, ન્યૂ આદર્શ ટેક્સ્ટાઈલ, ગ્લોબલ ટેક્સ્ટાઈલ સહિતની માર્કેટમાં 13 વેપારીઓ દ્વારા માલ ખરીદી ઉઠમણું કરવામાં આવ્યાની ચકચારી ફરિયાદ નોંધાઈ હતી. આખી ઘટનામાં પોલીસે રિશી શાહ અને ટોળકીની ધરપકડ કરી શરૂઆતમાં 53.80 લાખની છેતરપિંડીના ગુનાની વિગતવારની તપાસમાં આંકડો દોઢ કરોડથી વધુનો હોવાનું બહાર આવ્યું હતું, આખી ઘટનામાં પોલીસે રિશી શાહ અને ટોળકીની ધરપકડ કરતાં આ ખેલમાં તે માત્ર પ્યાદો હોવાનું બહાર આવ્યું હતું. માસ્ટર માઈન્ડ રઘુકુળ માર્કેટમાં સીતારામના નામે પેઢી ચલાવતો અને સીતારામના ઉપનામે જાણીતો રમેશ ધનજી હિસોરીયા હોવાનું બહાર આવ્યું હતું. ઘણા લોકોને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા તેણે જ રિશી શાહ, સંદીપ, પન્નાલાલને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા હતા. જે માલ વીવર્સ પાસેથી રિશી શાહ અને ટોળકી મંગાવતી હતી, તે બારોબાર સીતારામ મંગાવી બિહારી દલાલ મારફત રોકડેથી વેચી મારતો હતો. છ મહિના આ રીતે કોઈ પણ પેઢી ખોલી મોટાપાયે ધંધો કર્યા બાદ પ્યાદા (ઘોડા)ઓને દુકાન બંધ કરાવી ભગાવી દેતો. બાદમાં ઓછા પૈસામાં સમાધાન કરાવી મોટો ખેલ કરતો હતો. કેટલાનું કૌભાંડ કર્યું તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસ આ ગુનામાં રિશી અને તેની ટોળકીની તપાસ કરી રહી હતી, ત્યારે પણ રમેશ હિસોરીયા મૂક તમાશો જોતો રહેતો હતો. જોકે આ પ્યાદાઓએ વટાણા વેરી દેતાં સીતારામનો ચહેરો બેનકાબ થયો હતો. પોલીસે તેની ધરપકડ કરવાની સાથે કેટલાનું કૌભાંડ કર્યું છે તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Surat: કાપડ વેપારીઓને છેતરતો કુખ્યાત રમેશ હિસોરીયા પોલીસના સકંજામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 53.80 લાખના ઉઠમણામાં પડદા પાછળના ખેલાડી તરીકે રમેશનું નામ બહાર આવ્યું
  • 13 વેપારીઓ દ્વારા માલ ખરીદી ઉઠમણું કરવામાં આવ્યાની ચકચારી ફરિયાદ નોંધાઈ હતી
  • રિશી શાહ, સંદીપ, પન્નાલાલને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા

સુરતમાં રિંગ રોડની કાપડ માર્કેટમાં ડમી વેપારી બેસાડી ઉઠમણું કરી વીવર્સ અને વેપારીઓને છેતરતો કુખ્યાત રમેશ ઉર્ફે સીતારામ ધનજી હિસોરીયાને પોલીસે ઝડપી લીધો છે. ગત મે મહિનામાં કોહિનૂર માર્કેટ, સ્વદેશી માર્કેટ અને ન્યૂ આદર્શ માર્કેટમાં થયેલા 53.80 લાખના ઉઠમણામાં પડદા પાછળના ખેલાડી તરીકે નામ બહાર આવતાં રમેશ વોન્ટેડ હતો, જેને પોલીસે ઝડપી લીધો છે.

13 વેપારીઓ દ્વારા ફરિયાદ નોંધાઈ

પોલીસ દ્વારા જણાવ્યા મુજબ ગત ત્રીજી મેએ સલાબતપુરા પોલીસ મથકે વીવર્સ મોરચો લઈને આવ્યા હતા. સ્વદેશી ટેક્સ્ટાઈલ માર્કેટમાં વિનાયક ફેશનના પન્નાલાલ પ્રજાપતિ, અલંકીત શરાફ,માતાદી સિલ્ક મિલ્સના રિશી શાહ, સંદીપ જૈન, ન્યૂ આદર્શ ટેક્સ્ટાઈલ, ગ્લોબલ ટેક્સ્ટાઈલ સહિતની માર્કેટમાં 13 વેપારીઓ દ્વારા માલ ખરીદી ઉઠમણું કરવામાં આવ્યાની ચકચારી ફરિયાદ નોંધાઈ હતી.

આખી ઘટનામાં પોલીસે રિશી શાહ અને ટોળકીની ધરપકડ કરી

શરૂઆતમાં 53.80 લાખની છેતરપિંડીના ગુનાની વિગતવારની તપાસમાં આંકડો દોઢ કરોડથી વધુનો હોવાનું બહાર આવ્યું હતું, આખી ઘટનામાં પોલીસે રિશી શાહ અને ટોળકીની ધરપકડ કરતાં આ ખેલમાં તે માત્ર પ્યાદો હોવાનું બહાર આવ્યું હતું. માસ્ટર માઈન્ડ રઘુકુળ માર્કેટમાં સીતારામના નામે પેઢી ચલાવતો અને સીતારામના ઉપનામે જાણીતો રમેશ ધનજી હિસોરીયા હોવાનું બહાર આવ્યું હતું.

ઘણા લોકોને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા

તેણે જ રિશી શાહ, સંદીપ, પન્નાલાલને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા હતા. જે માલ વીવર્સ પાસેથી રિશી શાહ અને ટોળકી મંગાવતી હતી, તે બારોબાર સીતારામ મંગાવી બિહારી દલાલ મારફત રોકડેથી વેચી મારતો હતો. છ મહિના આ રીતે કોઈ પણ પેઢી ખોલી મોટાપાયે ધંધો કર્યા બાદ પ્યાદા (ઘોડા)ઓને દુકાન બંધ કરાવી ભગાવી દેતો. બાદમાં ઓછા પૈસામાં સમાધાન કરાવી મોટો ખેલ કરતો હતો.

કેટલાનું કૌભાંડ કર્યું તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસ આ ગુનામાં રિશી અને તેની ટોળકીની તપાસ કરી રહી હતી, ત્યારે પણ રમેશ હિસોરીયા મૂક તમાશો જોતો રહેતો હતો. જોકે આ પ્યાદાઓએ વટાણા વેરી દેતાં સીતારામનો ચહેરો બેનકાબ થયો હતો. પોલીસે તેની ધરપકડ કરવાની સાથે કેટલાનું કૌભાંડ કર્યું છે તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.