Surat: ઉધના પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, લાખોની રોકડ પણ જપ્ત

Mar 10, 2026 - 13:00
Surat: ઉધના પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, લાખોની રોકડ પણ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના ઉધના વિસ્તારમાં પોલીસ દ્વારા નશાના વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસે બાતમીના આધારે એક શખ્સને ગાંજાના જથ્થા અને લાખોની રોકડ રકમ સાથે ઝડપી પાડીને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

સુરતમાં રોકડ અને ગાંજા સાથે એકની ધરપકડ

ઉધના પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને દિપકસિંહ ફોજદારસિંહ રાજપુત નામના શખ્સને દબોચી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 148 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસને આરોપી પાસેથી મોબાઈલ ફોન અને 6,59,360 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.

પોલીસની કાર્યવાહી

પોલીસે આરોપી પાસેથી ગાંજો, મોબાઈલ અને રોકડ મળીને કુલ 6.59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં ઉધના પોલીસે આરોપી દિપકસિંહ રાજપુત વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે વલખાં, સપ્લાય ખોરવાતા હોટલ-કેફે ઉદ્યોગ પર સંકટ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0