Surat: SRK ડાયમંડ પાસે 25 લાખની ખંડણી માંગનાર કંપનીનો જ પૂર્વ કર્મચારી વિજય દેસાઈની ધરપકડ

Aug 24, 2026 - 19:00
Surat: SRK ડાયમંડ પાસે 25 લાખની ખંડણી માંગનાર કંપનીનો જ પૂર્વ કર્મચારી વિજય દેસાઈની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના કતારગામ ખાતે આવેલી દેશ-વિદેશમાં ખ્યાતનામ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની હીરા બનાવતી કંપની 'SRK ડાયમંડ' (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ) ની સિક્યુરિટી ઓફિસમાં ગત ૧૯ ઓગસ્ટના રોજ એક અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ 'દિનેશ ભાર્ગવ' તરીકે આપી હતી.

શેરબજારનું મોટું દેવું ચૂકવવા પૂર્વ કર્મચારીએ જ ઘડ્યું હતું કાવતરૂં

આરોપીએ ફોન પર ગંભીર ધમકી આપતાં જણાવ્યું હતું કે, જો કંપનીની નવી પેઢી (પરિવારના સભ્યો) ની જાનની સલામતી જોઈતી હોય તો તાત્કાલિક રૂ. 25 લાખની વ્યવસ્થા કરી દેવી. એટલું જ નહીં, તેણે એ પણ ધમકી આપી હતી કે "એકવાર ટાર્ગેટ લોક થઈ જશે તે પછી કશું કરવાનો કોઈ અર્થ નહીં રહે." આ ગંભીર ધમકી બાદ કંપનીના સિક્યુરિટી ઓફિસર રણજીતસિંહ જાડેજાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

મોબાઇલ નંબરના આધારે સિંગણપોરથી ધરપકડ

ફરિયાદના આધારે કતારગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એસ. સાકરિયા અને તેમની ટીમે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી સર્વેલન્સ હાથ ધર્યું હતું. જે મોબાઇલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેની ટેકનિકલ માહિતી મેળવી પોલીસે સિંગણપોર વિસ્તારમાં આવેલા દેવ રેસિડેન્સી ખાતે દરોડો પાડ્યો હતો અને આરોપી વિજય દિલીપ દેસાઈ (ઉંમર 35 વર્ષ) ને ઝડપી પાડ્યો હતો.25 લાખની ખંડણી માંગનાર પૂર્વ કર્મચારી ઝડપાયો

પકડાયેલો આરોપી વિજય દેસાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દીક્ષર ગામનો વતની છે અને તે અગાઉ SRK ડાયમંડ કંપનીમાં જ નોકરી કરતો હોવાથી કંપનીના માળખાથી વાકેફ હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેને શેરબજારના ટ્રેડિંગમાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું હતું અને માથે દેવું વધી ગયું હતું. દેવું ભરપાઈ કરવા અને ટૂંકા રસ્તે રાતોરાત અમીર બનવા માટે તેણે પોતાની જ જૂની કંપનીને ટાર્ગેટ બનાવી બોગસ નામે ૨૫ લાખની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. હાલ પોલીસે આરોપી વિજય દેસાઈ સામે કાયદેસરની તજવીજ પૂરી કરી તેના રિમાન્ડ મેળવવાની અને ધમકી આપવા માટે વપરાયેલ મોબાઇલ અને સિમકાર્ડ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ડૉલર ટ્રેડિંગના નામે કરોડોની ઠગાઈ આચરનાર ચેન્નઈથી પકડાયો, વેસુના વેપારી સાથે રૂ. 1.52 કરોડની ઠગાઈ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0