Surat Rain: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી કિમ નદી બે કાંઠે વહી, ખેડૂતો ખુશખુશાલ થયા

Jul 4, 2026 - 10:30
Surat Rain: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી કિમ નદી બે કાંઠે વહી, ખેડૂતો ખુશખુશાલ થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લાના માંગરોળ અને ઓલપાડ તેમજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સેંકડો ગામો માટે કુદરતે કાપલી વહેતી કરી છે. ઉપરવાસમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે કિમ નદીમાં પાણીનું સ્તર અચાનક ખૂબ જ વધી ગયું છે. નદીમાં પાણીની સતત અને તીવ્ર આવક થવાના પગલે માંગરોળના વડોલી અને વાંક ગામ નજીકથી પસાર થતી કિમ નદી તેના બંને કાંઠે (બે કાંઠે) વહેતી થઈ ગઈ છે. નદીમાં આટલી મોટી માત્રામાં પાણીનો પ્રવાહ છેલ્લા ઘણા સમય બાદ જોવા મળ્યો છે.

ઉપરવાસના વરસાદથી કિમ નદી બે કાંઠે


ત્રણ તાલુકાના કપાસ, શેરડી અને ડાંગરના પાકને અમૃત સમાન પાણી

કિમ નદી આ વિસ્તારના ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. માંગરોળ, ઓલપાડ અને હાંસોટ તાલુકામાં મોટા પાયે શેરડી, ડાંગર અને કપાસની ખેતી થાય છે, જેના માટે કિમ નદીના પાણી અને તેની આસપાસના કૂવા-બોરવેલ મુખ્ય સ્ત્રોત છે. નદી બે કાંઠે વહેતા આજુબાજુના તમામ ચેકડેમો છલકાઈ જશે અને ભૂગર્ભ જળ ના સ્તરમાં ધરખમ વધારો થશે. આ જ કારણે નવા નીરના આગમન વધામણાં કરવા ત્રણેય તાલુકાના ખેડૂતો નદી કિનારે પહોંચ્યા હતા અને ખુશખુશાલ ચહેરે કુદરતનો આભાર માન્યો હતો.

આહલાદક દ્રશ્યો જોવા ઉમટ્યા સ્થાનિકો

વડોલી-વાંક નજીક કિમ નદીનો પટ પાણીથી લબાલબ ભરાઈ જતાં ચોમેર અદભુત અને મનોહર નજારો જોવા મળી રહ્યો છે. નદીના ઘસમસતા પાણીના આહલાદક દ્રશ્યો સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જોકે, સુરત અને ભરૂચ ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સંયુક્ત રીતે નદી કિનારાના ગ્રામજનોને સાવધ રહેવા સૂચના આપી છે. નદીમાં હજુ પણ પાણીની આવક ચાલુ હોવાથી સ્થાનિક પ્રશાસને લોકોને સેલ્ફી લેવા કે નદીમાં નહાવા પડવાનું સાહસ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવી રાખવા કડક તાકીદ કરી છે.

આ પણ વાંચો: Navsari Rain: અતિભારે 9 ઇંચ વરસાદથી જૂજ ડેમમાં નવા નીરની આવક, ડેમની સપાટી 149.50 મીટરે પહોંચી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0