સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાને લઇને અનેક વિસ્તારોમાં લોકો વિરોધ યથાવત જોવા મળ્યો. શહેરના પાલનપુર પાટિયા પાસે વૃંદાવન સોસાયટીના રહીશોએ વીજ મીટર લગાવવાને લઇને વિરોધ કરી રહ્યા છે.
સ્માર્ટ મીટરના વિરોધનો સૂર વધુ ઉગ્ર
વીજ કંપની દ્વારા સ્માર્ટ લગાવવાનું શરૂ કરાતા સુરત શહેરમાં છેલ્લાં કેટલાય સમયથી વિરોધનો સૂર ઉઠ્યો છે. વૃંદાવન સોસાયટીના રહીશો સવારથી જ DGVCL ના અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.રહીશોનું કહેવું છે કે અધિકારીઓ અમારી જાણ બહાર સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે. વિરોધનો સૂર ઉઠતા DGVCL ના કર્મચારીઓએ સ્માર્ટ મીટર લગાવ્યા વગર પાછા ફરવું પડ્યું હતુ.
બેનરો લઇ લોકો કરી રહ્યા છે વિરોધ
આ પહેલાં પણ સુરતના પુણા વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. લોકો બેનરો લઇને વીજ કંપનીઓ વિરુધ્ધ વિરોધ કરી રહ્યા છે. આ પહેલાં પણ વીજ કંપનીના કર્મચારીઓ જ્યારે પણ સ્માર્ટ મીટર લગાવવા સોસાયટીઓ ગયા કર્મચારીઓ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા તેમ છતાં લોકો સમજતા નથી. અને દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે.