Surat News : સુરતમાં પુત્રએ કરી પિતાની હત્યા, તમારે અન્ય સ્ત્રી સાથે સબંધ છે તેમ કહી ઢીમ ઢાળી દીધું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતને આમ પણ ક્રાઈમ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને સુરત શહેરમાં હત્યા અને ઝઘડાના બનાવો બનતા રહે છે, સુરતના જીઆઈડીસી વિસ્તારમાં એક આવી જ ઘટના બની છે, જેમાં સગીર પુત્રએ તેના પિતાની હત્યા કરી નાખી છે, સમગ્ર બનાવમાં પોલીસે સગીર પુત્રની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે.
સુરતમાં સગીર પુત્રએ પિતાની કરી હત્યા
સુરતમાં સગીર પુત્રએ પિતાની હત્યા કરી છે, અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, પિતાના અન્ય સ્ત્રી સાથે આડા સબંધ છે તેની શંકામાં પુત્રએ હત્યા કરી નાખી છે, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સમગ્ર ઘટનામાં પરિવારના સભ્યો પણ પહોંચ્યા છે અને પોલીસે ફરિયાદ નોંધીને પુત્રની અટકાયત કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
સુરતના મહિધરપુરામાં યુવકની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા
સુરતમાં આજે હત્યાના બે બનાવો બન્યા છે, જેમાં પહેલી હત્યા મહિધરપુરામાં અને બીજી હત્યા જીઆઈડીસી વિસ્તારમાં બની છે. સુરતના મહિધરપુરામાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. યુવક રાજાની રાહુલ નામના શખ્સે હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે. જૂની અદાવતમાં હત્યા કર્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ અને હત્યાનું ચોક્ક જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થાનિકોની પૂછપરછના આધારે આરોપીને ઝડપી લેવા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






