Surat News : સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળતા ભવ્ય ઉજવણી, મેયર દક્ષેશ માવાણીનું મોટું નિવેદન

Jul 17, 2025 - 23:00
Surat News : સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળતા ભવ્ય ઉજવણી, મેયર દક્ષેશ માવાણીનું મોટું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માં સતત ત્રીજી વખત દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવ્યા બાદ સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સ્વીકારીને પરત ફરેલા મેયર અને કમિશનરનું સુરતના વાય જંકશન પર તહેવાર જેવા માહોલમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ ઉજવણીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી કનુ દેસાઇ, ધારાસભ્યો, કોર્પોરેટરો અને સફાઈકર્મીઓ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનો ફાળો આપનાર સફાઈકર્મીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

મેયર દક્ષેશ માવાણીનું મોટું નિવેદન

આ ભવ્ય ઉજવણી અને સુરતને સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યા બાદ મેયર દક્ષેશ માવાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતામાં પ્રથમ નંબરના શહેર માટે કેન્દ્ર સરકારની એક ખાસ પોલિસી છે, જે અંતર્ગત પ્રથમ નંબરનું શહેર અન્ય કોઈ એક શહેરને સ્વચ્છતા માટે દત્તક લઈ શકે છે.

પ્રથમ નંબરનું સીટીને અન્ય સીટી ને લે છે દત્તક :મેયર

મેયરે જણાવ્યું કે, સુરત શહેર સ્વચ્છતા માટે એક સિટીને દત્તક લેશે અને તેને સ્વચ્છ બનાવવા માટેના તમામ પ્રયાસો કરશે. આ માટે દત્તક લેવાયેલા શહેરની મનપા સાથે સંકલન સાધવામાં આવશે, જેથી ત્યાં પણ સ્વચ્છતાના ઉચ્ચ માપદંડો સ્થાપિત કરી શકાય. સુરતનો આ નિર્ણય અન્ય શહેરો માટે પ્રેરણાદાયી બનશે અને સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0