Surat News : સુરતના રૂઢનાથપુરામાં ગેસની બોટલથી કારખાનામાં બ્લાસ્ટ, ધડાકા સાથે બારણા-બારીના કાંચ તૂટી ગયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બ્લાસ્ટ થતા દરવાજા-બારીના કાચ તૂટ્યા છે અને કામદાર બહાર નીકળી જતા આબાદ બચાવ થયો છે, તો બીજી તરફ મશીન, ટેબલ સહિતના સામાનને નુકસાન થયું છે અને આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી અને જ્વેલર્સના કારખાનામાં બ્લાસ્ટ થયો છે.
મશીન, ટેબલ, ખુરશી, વાયરીંગ સહિતના સામાનને નુકસાન
સુરતના રૂઢનાથપુરા વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની બોટલમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી અને લોકો જીવ બચાવવા માટે દોડયા હતા, જોકે કામદારો બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નથી, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બારી-બારણાના કાંચ પણ તૂટી ગયા હતા, જોકે આગ ના લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, તો વાયરીંગને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.
ફાયર અને પોલીસ વિભાગે તપાસ કરી શરૂ
તો જ્વેલર્સના દાગીના બનાવવાનું કારખાનું આવેલું છે અને દાગીના બનાવવા માટે બ્લુકેમ પ્રોટેબલ ગેસ કારટેજ એટલે કે ટીનમાં જે ગેસ આવે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને અચાનક બ્લાસ્ટ થતા લોકો બહાર દોડી આવ્યા હતા. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.
આ પણ વાંચો : Gandhinagar News : આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ.5 કરોડથી વધુની રકમ અપાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

