Surat News : રેલવે સ્ટેશન પર DRIએ 20 કરોડનું કોકેઈન પકડ્યું, એક શખ્સની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIની ટીમે સુરત રેલવે સ્ટેશન પર એક મોટી સફળતા મેળવી છે.બાતમીના આધારે હાથ ધરાયેલા ખાસ ઓપરેશન દરમિયાન પોલીસે 2 કિલો શુદ્ધ કોકેઈન સાથે એક શખ્સની ધરપકડ કરી છે.જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગુપ્ત બાતમીના આધારે રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી
DRI ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ડ્રગ્સ કેરિયર મોટી માત્રામાં નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યો છે.આ માહિતીના આધારે ટીમે સુરત રેલવે સ્ટેશન પર ચુસ્ત વોચ ગોઠવી હતી.દરમિયાન શંકાસ્પદ રીતે ફરી રહેલા એક મુસાફરને અટકાવી તેની તપાસ કરતા બેગમાંથી 2 કિલો શુદ્ધ કોકેઈન મળી આવ્યું હતું.પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ દિલ્હીથી લાવવામાં આવ્યું હતું અને તેને મુંબઈમાં સપ્લાય કરવાનું આયોજન હતું.
પોલીસે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી
સુરતને માત્ર ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે વાપરીને આ મોટા નેટવર્કને અંજામ આપવામાં આવી રહ્યો હતો.પોલીસે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને આ સમગ્ર રેકેટના માસ્ટરમાઇન્ડ અને મૂળ સુધી પહોંચવા માટે તપાસનો દોર તેજ કર્યો છે.આ સફળ દરોડાથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. DRI હવે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને મુંબઈમાં કોને પહોંચાડવાનું હતું,તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.આ ઓપરેશન ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં એક મોટી સિદ્ધિ ગણાય છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : શાહિબાગ વિસ્તારમાથી ટ્રામાડોલ સાથે એક સપ્લાયર ઝડપાયો, 8 કરોડની કિંમતનો જથ્થો જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

