Surat News : મોડેલ અંજલી વરમોરાની આત્મહત્યા કેસનો ભેદ ઉકેલાયો, પોલીસે પ્રેમી ચિંતન અગ્રાવત સામે નોંધ્યો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના નવસારી બજાર, કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી અને સુરતમાં મોડલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી ઉભરી રહેલી અંજલી વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંજલી વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો.
26 દિવસ બાદ મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો
આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલી બે રીલના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન હતું. આ મામલે પ્રાથમિક તપાસમાં મોડેલે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયુ હતું. જોકે, આજે 26 દિવસ બાદ મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતન જાતિવિષયક શબ્દો બોલીને અંજલીને વારંવાર અપમાનિત કરતો હતો અને લગ્નના ખોટા વાયદો આપતો હતો. જેને લઈ અંજલી વરમોરાએ ડિપ્રેશનમાં આવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ત્યારે બનાવને પગલે અંજલીના પરિવારજનોએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મંગેતર ચિંતન સામે આત્માહત્યાની દુષ્પ્રેરણાનો અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતની SCST સેલ સમગ્ર કેસની કરી રહી છે તપાસ
મોડેલ અંજલી વરમોરાના કોલ ડિટેઈલની પ્રાથમિક તપાસમાં પણ આપઘાત પહેલાના અઢી કલાકમાં કુલ 23 કોલ કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ્સ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ અંજલીએ તેના મંગેતર ચિંતનને કર્યા હતા. જેમાં અંજલીએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી. જે આધારે પોલીસે અંજલીના મંગેતર ચિંતનને પૂછપરછ માટે અને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો. તેને જવાબમાં પણ પૂર્તિ અને યોગ્ય માહિતી પોલીસને આપી ન હતી. જોકે ત્યારબાદ પોલીસે અંજલીના પરિવારના એક પછી એક નિવેદન લીધા બાદ જાતિના ભેદભાવને લઈ લગ્ન ટાળવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે પોલીસે અંજલીના પરિવારની ફરિયાદ લઈ આ કેસમાં આત્મહત્યાનો ગુનો ચિંતન સામે પોલીસે નોંધ્યો છે. ત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ સુરતની SCST સેલ કરી રહી છે. ચિંતન અગ્રાવત સામે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?






